આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા, ડિસા

બનાસકાંઠાના ડીસામાં ફુડ વિભાગે નકલી ઘી અંગેની તપાસમાં વેપારીઓ સામે કરેલી લાલ આંખ શંકાસ્પદ બની છે. હકીકતે જિલ્લાભરમાં અલગ-અલગ સ્થળોએ નકલી ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બનાવટી ઘીનું વેચાણ ચાલુ હોઇ ટર્નઓવર કરોડોમાં પહોંચી ગયું છે. જનઆરોગ્ય સામે ખતરો યથાવત છે.

બનાસકાંઠામાં સાચાં ઘી સામે નકલી ઘીનું વેચાણ અનેક ગણું છે. 200 રૂપિયાથી શરૂ થતું ઘી સ્થળ અને ઈસમો મુજબ અલગ અલગ ભાવે વેચાઇ રહ્યું છે. ડિસામાં ફૂડ વિભાગે નમૂના લીધા છતાં જિલ્લામાં નકલી ઘી નો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ઘીના ડબ્બા ઉપર વિવિધ પ્રકારનાં લેબલો અને અંગ્રેજી ભાષામાં લખાણ સાથે ચિત્રો દર્શાવી ગ્રાહકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ૮૦ ટકા પશુપાલકો દૂધ જે તે ડેરીમાં ભરાઈ રહ્યા છે. આથી દૂધ સંઘના પેકિંગ ઘી સામે ખાનગી વેપારીઓ વેચાણ કરી રહ્યા છે. જેમાં રૂપિયા 200 થી 500 સુધીના ભાવે વેચાણ કરી રહ્યા છે. જિલ્લામાં દેશી અને ચોખ્ખું ઘી મળવું મુશ્કેલ છે અને જ્યાં મળે છે તેના ભાવ રૂપિયા 700થી 1000 હોવાથી બનાવટી ઘીનું બજાર ઊંચકાઈ ગયું છે.

જિલ્લામાં ઘી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓને લઇ જન આરોગ્ય સામે શરૂઆતથી જ ગંભીર સ્થિતિ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ધસારો બારેમાસ બની ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code