આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

લોકસભા ચુંટણીની ગતિવિધિ વચ્ચે સહકારી આલમે ખેડુતો અને પશુપાલકોને રાહત આપતો નિર્ણય જાહેર કર્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ શુક્રવારે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 25 રૂ.નો વધારો આપવાનું નકકી કર્યુ છે. સહકારી આલમ અને ખરીદ-વેચાણનું કામ કરતી એજન્સીઓને આચારસંહિતા લાગુ પડતી નથી. જોકે, સહકારી રાહે સત્તાધીશો અને તેમના હાઇકમાન્ડે રાજકીય દાવ ખેલ્યો હોવાનું માનવામાં આવી રહયુ છે.

મહેસાણા અને પાટણ જીલ્લાના દૂધ ઉત્પાદકોને ચુંટણી પહેલા દૂધ સાગર ડેરીએ થોડા અંશે ખુશ કરી દીધા હોવાનું સામે આવ્યુ છે. દૂધના પ્રતિ કિલો ફેટે અત્યાર સુધી અપાતા 550 રૂ.માં વધારો જાહેર કરાયો છે. દૂધસાગર ડેરીએ રૂ.25નો વધારો કરી આગામી 1 એપ્રિલથી રૂ.575 આપવાનું નકકી કર્યુ છે. સુત્રોએ જણાવ્યું હતુ કે, ભાજપ અને કોંગ્રેસમાં હાલ ચુંટણીની ભાગદોડ વચ્ચે દૂધસાગર ડેરીએ લીધેલા નિર્ણયની પરોક્ષ અસર થઇ શકે છે. સહકારી દૂધ સંઘ સહિતના સહકારી ક્ષેત્રને અને ખાનગી કંપનીઓને આર્દશ આચારસંહિતા લાગુ પડતી નથી. જોકે, સહકારી આલમમાં સત્તા કબજે કરતા આગેવાનો ભાજપ કે કોંગ્રેસની વિચારસરણી સાથે સંકળાયેલા હોવાથી દૂધસાગર ડેરીનો નિર્ણય સહકારી રાહે રાજકીય દાવ ખેલ્યો હોવાનો ઇશારો કરી જાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code