આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા જીલ્લામાં સતત કોરોના કહેર વધવાની સાથે મૃત્યુઆંકમાં પણ ચોંકાવનારો વધારો થયો છે. આ બધાની વચ્ચે હવે દૂધસાગર ડેરીના યુવા ચેરમેનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓએ કોરોનાના કપરાકાળમાં લોકોને માસ્ક પહેરવા અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે. આ સાથે કોઇપણ સંજોગોમાં ડેરી દૂધ ઉત્પાદક અને ડેરી કર્મચારીઓ સાથે ખડેપગે ઉભી રહેશે તેવી ખાતરી આપી છે. ડેરીના યુવા ચેરમેને ગામડાઓના દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીઓને પણ ડેરીમાં ગાઇડલાઇનનું પાલન કરાવવા અપીલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતનું હ્યદય સમાન એવી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેનનો એક વીડિયો સામે આવ્યો છે. વર્તમાન કોવિડ મહામારીને લઇ ડેરીના યુવા ચેરમેન અશોકભાઇ ચૌધરીએ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે વીડિયોમાં જણાવ્યું છે કે, દરેકે પોતે અને પોતાના પરિવારનું ધ્યાન રાખવાની જરૂરી છે. કામ વગર બહાર ન નીકળીએ, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ અને આ સાથે કોવિડ ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન કરવા હાકલ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડેરીના યુવા ચેરમેન પદ સંભાળ્યા બાદ છેવાડાના ગામડાઓની મુલાકાત લઇને પણ પશુપાલકોના મંતવ્યો જાણ્યાં હતા. ચેરમેને દૂધમંડળીઓના પ્રમુખ-મંત્રીઓ અને ડેરીએ દૂધ ભરાવવા આવતાં પશુપાલકોને પણ દૂધ ભરાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવા પર ભાર મુક્યો છે. આ સાથે વેક્સિનેશનને લઇ તેમણે જણાવ્યું હતુ કે, લોકો જેટલાં જલ્દી વેક્શિન લેશે તેટલી ઝડપથી આ રોગ પર કાબૂ મેળવી શકાશે. નોંધનિય છે કે, ડેરીના યુવા ચેરમેને કપરા કાળમાં પશુપાલકોને હિંમત આપવાનો સરાહનિય અભિગમ અપનાવ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code