રાજસ્થાન બોર્ડરના આંબલીથી વાયા ખેડબ્રહ્મા થઈ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે દારુ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં દારુ ઝડપાઈ રહ્યો છે. રાજસ્થાન બોર્ડર નજીકના આંબલી ગામથી બે રાજ્યો માટે દારુનું કટીંગ થઈ રહ્યું છે. દૈનિક ધોરણે ખેડબ્રહ્મા નજીકથી નાની-મોટી ગાડીઓ દારુ ભરીને જઈ રહી છે. પંથકના એક નાગરિક દ્વારા દારુના રાજસ્થાની એજન્ટો, કાયદાના સત્તાધીશો અને ખરીદનારાઓનુ તિકડમ હોવાનું સામે આવ્યું
 
રાજસ્થાન બોર્ડરના આંબલીથી વાયા ખેડબ્રહ્મા થઈ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે દારુ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં દારુ ઝડપાઈ રહ્યો છે. રાજસ્થાન બોર્ડર નજીકના આંબલી ગામથી બે રાજ્યો માટે દારુનું કટીંગ થઈ રહ્યું છે. દૈનિક ધોરણે ખેડબ્રહ્મા નજીકથી નાની-મોટી ગાડીઓ દારુ ભરીને જઈ રહી છે. પંથકના એક નાગરિક દ્વારા દારુના રાજસ્થાની એજન્ટો, કાયદાના સત્તાધીશો અને ખરીદનારાઓનુ તિકડમ હોવાનું સામે આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના કેટલાક ગામો રાજસ્થાનની એકદમ નજીક આવેલા છે. જેમાં આંબલી ગામનો કેટલોક ભાગ રાજસ્થાનમાં તો કેટલોક ગુજરાત રાજ્યમાં છે. રાજસ્થાનમાં દારુબંધી ન હોવાથી ત્યાંના વેપારીઓ છેક આંબલી સુધી જથ્થો પહોંચાડી રહ્યા છે. અહીથી એજન્ટો ગુજરાત અને હરિયાણા એમ બે રાજ્યોનુ કટિંગ કરી રહ્યા છે. ખેડબ્રહ્માના લીલાવંટા ગામના નાગરિકે જણાવ્યું હતું કે આંબલીથી ખેડવા-ધોઈ-મટોડા અને બેડીયા સહિતના ગ્રામ્ય રુટોથી ખેડબ્રહ્મા સુધી દારુ ભરેલી ગાડીઓ પસાર થઈ રહી છે. આ ગાડીઓ વહેલી સવારે 5 થી 9 વાગ્યા દરમિયાન પસાર થઈ જાય છે. ટ્રકમાંથી કટિંગ કરી નાની-મોટી ગાડીઓમાં ઠાલવી ગુજરાતના અલગ-અલગ સ્થળોએ દારુ પહોંચી રહ્યો છે. સમગ્ર કામગીરીમાં રાજસ્થાનના દારુ વેપારીઓ અને ગુજરાતના બુટલેગરો સહિત 3 થી 4 વ્યક્તિઓ સામેલ છે. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ચેકપોસ્ટમાં તમામ ચકાસણી દૈનિક ધોરણે થઈ રહી છે. જોકે બોર્ડરથી ગુજરાત આવતા રુટમાં ગ્રામ્ય વિસ્તાર પકડી વહેલી સવારે દૈનિક અનેક ગાડીઓ દારુ ભરીને જઈ રહ્યાનું નજીકના ગ્રામજનો રોજેરોજ નીહાળી રહ્યા છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઝડપાઈ  જાય છે

રાજસ્થાનથી ગુજરાતમાં આવતો દારુનો જથ્થો પૈકી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઝડપાઈ રહ્યો છે. ત્રણેય જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં દારુ ઝડપાઈ જવાનુ પ્રમાણ વધી ગયું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે એકવાર બોર્ડર નજીકથી પસાર થઈ ગયા બાદ દારુ ખરીદનાર પોતાની જવબાદારીએ લઈ જાય છે.

ખેડબ્રહ્મા પોલીસ શંકાના દાયરામાં?

ખેડબ્રહ્મા નજીકના ગામોથી દારુની ગાડીઓ પસાર થઈ રહી છે. તે પૈકી કેમ ગણી-ગાંઠી ગાડી ઝડપાઈ રહી છે? કેમ સદંતર બંથ થતુ નથી? 24 કલાક સઘન પેટ્રોલીંગ ગોઠવી દારુના વેચાણના જડમૂળમાં કેમ જતા નથી? તે સહિતના સવાલો ખેડબ્રહ્મા પોલીસ સામે થઈ રહ્યા છે.