આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, હિંમતનગર

હિંમતનગર તાલુકામાં પાંચ મહિના પહેલા 14 માસની બાળકી સાથે દૂષ્કર્મ આચરવાના અપરાધમાં સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને ર૦ વર્ષની સજા ફટકારી છે. આ સંદર્ભે જો આરોપીને હાઇકોર્ટમાં અપીલ કરવી હોય તો 60 દિવસની મુદત પણ આપવામાં આવી છે.

મહત્વનું છે કે, 28-09-2018ના રોજ હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની સીમમાં રહેતા એક પરિવારની 14 મહિનાની બાળકી પર પરપ્રાંતીય રવીન્દ્ર ગાંડે સોલિઆ લાલે (મૂળ રહે. બિહાર) દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી નજીકની એક સિરામિકની ફેક્ટરીમાં કામ કરતો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તે ફેક્ટરીમાં તોડફોડ અને આગચંપી કરી હતી. આ ઘટનાના પગલે રાજ્યભરમાં પરપ્રાંતીયો પર હુમલા શરૂ થયા હતા.

હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી સાથે દૂષ્કર્મ આચરવાના કેસમાં ર૮ ફેબ્રુઆરીએ સ્પેશ્યલ કોર્ટે આરોપીને સખત ર૦ વર્ષની સજા ફટકારી છે. જજે કપડા પરથી મળી આવેલ લોહી અને બાળકીના કપડા પરથી મળી આવેલા જરૂરી પૂરાવા એફએસએલ રીપોર્ટ, સાક્ષીઓ, મેડીકલ એવીડન્સ વગેરેને નજર સમક્ષ રાખી તા. 28 ફેબ્રુઆરી ના રોજ એટલે બુધવારે આઇપીસી 363, 447, 376 (એ,બી) પોક્સો અંતર્ગત આરોપી ઠરાવી 20 વર્ષની સખત કેદની સજાનો હૂકમ કયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code