ડરેલા પાકિસ્તાનના પી.એમ.ની ચોરી ઉપર સીના ચોરીઃ ભારત પાસે પુરાવા માંગ્યા

અટલ સમાચાર, ડેસ્ક પુલવામા હુમલો પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભારત આ હુમલા માટે પાકિસ્તાનને દોષિત માન્યું ત્યારથી તે વિખરાઈ રહ્યું છે. અને ડરના માર્યા પાક પી.એમ.એ પ્રેસ કોન્ફરન્સ કરી ભારત પાસે પાકની સંડોવણીના પુરાવા માંગ્યા છે. જમ્મુ અને કાશ્મીર પુલવામા જિલ્લાના 14 ફેબ્રુઆરી આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને એક
 
ડરેલા પાકિસ્તાનના પી.એમ.ની ચોરી ઉપર સીના ચોરીઃ ભારત પાસે પુરાવા માંગ્યા

અટલ સમાચાર, ડેસ્ક

પુલવામા હુમલો પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભારત આ હુમલા માટે પાકિસ્તાનને દોષિત માન્યું ત્યારથી તે વિખરાઈ રહ્યું છે. અને ડરના માર્યા પાક પી.એમ.એ પ્રેસ કોન્ફરન્સ કરી ભારત પાસે પાકની સંડોવણીના પુરાવા માંગ્યા છે.

જમ્મુ અને કાશ્મીર પુલવામા જિલ્લાના 14 ફેબ્રુઆરી આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને એક નિવેદનમાં  જણાવ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાન પર આરોપ મૂક્યા છે, પરંતુ અમારુ ધ્યાન સાઉદી પ્રિન્સ મુલાકાત પર છે. ભારત સરકાર પુરાવા આપે તો અમે તપાસ માટે તૈયાર છીએ. તેમજ ભારત સાથે વાતચીત કરવા અમે તૈયાર હોવાનો જૂનો જ રાગ ચાલુ રાખ્યો હતો.

ભારતે પાકિસ્તાન પર 200 ટકા ડ્યુટી લાદી દેતા આર્થિક રીતે તે ભાંગી પડ્યું છે. ભારત હાલમાં વિશ્વના ઘણા દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે જેથી તેને ઘેરી શકાય. અમેરિકા, જર્મની, વિશ્વ સહિત ઘણા દેશોમાં મળીને આતંકવાદને વખોડી કાઢ્યો છે.

મંગળવારે ભારતીય લશ્કર, પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના ઇરાદા છતા કરવામાં આવ્યા છે. લશ્કરે જણાવ્યું હતું કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ આતંકીઓને મદદ કરી રહ્કેયું છે. તેમજ જૈશ-એ-મોહમ્મદેભારત પર હુમલો કરાવ્યો છે.