ધૂળેટીઃમહેસાણા-ખેરાલુમાં રંગ છાંટવા બાબતે મારામારીના ગંભીર ગુના

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા પોલીસમાં નોંધાયેલ ગુનામાં ધૂળેટીએ રંગભર્યા તહેવારોમાં મારામારી અને ભયંકર હથિયારથી હૂમલાના બે બનાવો બનવા પામ્યા છે. રંગ છાંટવા જેવી નજીવી બાબતોને લઈ આનંદના તહેવારોમાં આરોપીઓ પોલીસ ડાયરીમાં સામેલ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરપુરામાં રંગ છાંટવાની ના પાડતા ચાર વ્યક્તિનો હૂમલો મળતી માહિતી અનુસાર મહેસાણાના અમરપુરામાં ફરિયાદી
 
ધૂળેટીઃમહેસાણા-ખેરાલુમાં રંગ છાંટવા બાબતે મારામારીના ગંભીર ગુના

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પોલીસમાં નોંધાયેલ ગુનામાં ધૂળેટીએ રંગભર્યા તહેવારોમાં મારામારી અને ભયંકર હથિયારથી હૂમલાના બે બનાવો બનવા પામ્યા છે. રંગ છાંટવા જેવી નજીવી બાબતોને લઈ આનંદના તહેવારોમાં આરોપીઓ પોલીસ ડાયરીમાં સામેલ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમરપુરામાં રંગ છાંટવાની ના પાડતા ચાર વ્યક્તિનો હૂમલો

મળતી માહિતી અનુસાર મહેસાણાના અમરપુરામાં ફરિયાદી રાજપૂત ચેતનજી રસીકજી રહે.લાખવડ રોડ જેઓને આરોપી ઠાકોર શૈલેષભાઈ ખેતાજી લાલાજી ઉર્ફે જીજી તથા ઠાકોર શૈલેષભાઈ મનુજી કચરાજી બન્ને રહે.પાણીની ટાંકી પાસે ભરથરીવાસનાઓને રંગ છાંટવાની ના પાડી હતી. જેથી ઉરોક્ત આરોપીઓ તથા તેના અન્ય બે સાથીદારોએ મળી ફરિયાદીને બરડામાં શેરડીનો સાંઠો માર્યો હતો. તથા ગડદાપાટુનો માર મારી ફેટો મારી હતી. અને ઠાકોર શૈલેષે કપાળમાં ડાબી બાજુ લોખંડની પાઈપ મારી રીક્ષાના કાચ તોડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવા પામ્યો છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખેરાલુના મલારપુરામાં પાણી છાંટવાને લઈ મારામારી

આ કામના ફરીયાદી વણકર કાંન્તાબેન બળદેવભાઇના દીકરા ધુળેટી હોઇ સવારે ધુળેટી રમતા હતા. તે વખતે આરોપી ઠાકોર અમરસીહ પ્રહલાદજી ત્યાંથી નીકળતાં તેની ઉપર પાણી પડતાં તેને આરોપીએ ખરાબ ગાળો બોલી હતી. અને કાન્તાબેને ત્રણેય આરોપીઓ નીકળતાં ઠપકો આપતાં આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. જેથી ફરિયાદીને બાથે પડી ગદડાપાટુનો મારમારી ગાળો બોલી જાતિ અપમાનીત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગેનો ગુનો ખેરાલુ પોલીસ મથકમાં નોંધાતા આરોપી (૧) ઠાકોર પ્રહલાદજી સેધાજી (૨) ઠાકોર અરવિદજી પ્રહલાદજી (૩) ઠાકોર અમરસીહ પ્રહલાદજી રહે.મલારપુરા વણકરવાસ તા.ખેરાલુ જિલ્લો મહેસાણા વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ છે.