અટલ સમાચાર, મહેસાણા
મહેસાણામાં 14 એપ્રિલ 2019ના રોજ તારણવાળી માતાના ચોકમાંથી 38મી રામનવમીની શોભાયાત્રા નીકળનાર છે. જે રેલ્વે સ્ટેશન, ફુવારા, રાજમહેલ રોડ, નવા ફુવારા, જુના ફુવાર, ગોપાનાળા, ડેરી રોડ થઇ રાધનપુર ચાર રસ્તા શિલ્પા ગેરેજ, મોઢેરા ચાર રસ્તા, એસ.ટી. વર્કશોપ રોડ, બી.કે. સિનેમા ચોક, ભમ્મરીયા નાળા, રબારીવાસ, કસ્બા, ઉંચી શેરી, પટવા પોળ, આઝાદ ચોક થઇ તોરણવાળી માતાના ચોકમાં પૂર્ણ થનાર છે.
જેમાં રામજી ભગવાનનો રથ, ઉંટલારી, મેડાડોર, બેન્ડવાજા, ભજન મંડળીઓ સહિત 20 હજાર જેટલા દર્શનાર્થીઓ જોડાય છે. રથ યાત્રાના પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાય નહિ તે માટે 14 એપ્રિલ 2019ના રોજ ભારે વહાનોને ડાયવર્ઝન આપવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ કર્યો છે. જેમાં ફતેહપુરા પાટીયાથી બાયપાસ રોડ ફતેહપુરા પાટીયા થઇ અમદાવાદ તરફ અને અમદાવાદ તરફથી શિવાલા હોટલ થઇ બાયપાસ રોડ ફતેહપુરા પાટીયા થઇ ઉંઝા તરફ જવાનો ભારે આદેશ કરેલ છે.