દિયોદર: શિક્ષકોના અપડાઉન સામે ગ્રામજનો લાલઘૂમ, તાળાબંધની ચીમકી

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાની રૈયા પગાર કેન્દ્ર શાળાના શિક્ષકોનું અપડાઉન શંકાસ્પદ બની ગયુ છે. ગ્રામજનોએ અચાનક બુધવારે શાળામાં પહોંચી અપડાઉન બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં શાળાએ પહોંચી શિક્ષકોને અપડાઉન બંધ કરવા માંગ કરી હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉની રજૂઆત બાદ શિક્ષકોએ ખુલાસો કર્યો હતો. જોકે, ગ્રામજનોને અપડાઉન ચાલુ
 
દિયોદર: શિક્ષકોના અપડાઉન સામે ગ્રામજનો લાલઘૂમ, તાળાબંધની ચીમકી

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાની રૈયા પગાર કેન્દ્ર શાળાના શિક્ષકોનું અપડાઉન શંકાસ્પદ બની ગયુ છે. ગ્રામજનોએ અચાનક બુધવારે શાળામાં પહોંચી અપડાઉન બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં શાળાએ પહોંચી શિક્ષકોને અપડાઉન બંધ કરવા માંગ કરી હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉની રજૂઆત બાદ શિક્ષકોએ ખુલાસો કર્યો હતો. જોકે, ગ્રામજનોને અપડાઉન ચાલુ હોવાનું લાગતા ફરી એકવાર માહોલ ગરમાયો છે.

દિયોદર: શિક્ષકોના અપડાઉન સામે ગ્રામજનો લાલઘૂમ, તાળાબંધની ચીમકી

દિયોદર તાલુકાની રૈયા પગાર કેન્દ્ર શાળામાં સરેરાશ ૭ થી ૮ શિક્ષકોના અપડાઉન બાબતે રજૂઆત થઇ હતી. જેથી TPEO ઘ્વારા નોટીસ પાઠવતા શિક્ષકોએ પાંચેક કિલોમીટરના અંતરેથી અપડાઉન કરતા હોવાના આધાર પુરાવા રજૂ કર્યા હતા. જેને માન્ય રાખી મામલો તત્કાલિન સમયે શાંત પડી ગયો હતો. જોકે, ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, શિક્ષકો ગેરમાર્ગે દોરે છે, અપડાઉનના ફોટો પાડી લીધા હોવાની વાત સામે આવી છે.

સમગ્ર મામલે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ કે, શિક્ષકોએ પોતાના રહેણાંકના સરનામા સાથેની વિગતો આપી છે. જેમાં અપડાઉનનો પ્રશ્ન રહેતો નથી. જોકે, ગ્રામલોકોની ફરી વખતી રજૂઆત સામે ચોક્કસ આધાર પુરાવા વગર શિક્ષકો સામે કાર્યવાહી ન થાય.