મહેસાણામાં 219 CCTV કેમેરા લાગ્યા બાદ વાહનચાલકોને ઇ-મેમો મળશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરમાં પણ જાહેર માર્ગો પર 219 કેમેરા લાગ્યા બાદ ઇ-મેમો શરૂ થશે. ડીએસપી કચેરીમાં રૂ. 60 લાખના ખર્ચે તૈયાર અદ્યતન કમાન્ડ કંટ્રોલરૂમમાંથી 45 કર્મચારીઓ રાત-દિવસ શહેરનું મોનિટરિંગ કરી ટ્રાફિક જ નહીં પણ ગુનેગારો ઉપર પણ સીધી નજર રાખશે. મહેસાણામાં એ દિવસો દૂર નથી કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરનાર વાહન ચાલકને ઘરેબેઠાં
 
મહેસાણામાં 219 CCTV કેમેરા લાગ્યા બાદ વાહનચાલકોને ઇ-મેમો મળશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં પણ જાહેર માર્ગો પર 219 કેમેરા લાગ્યા બાદ ઇ-મેમો શરૂ થશે. ડીએસપી કચેરીમાં રૂ. 60 લાખના ખર્ચે તૈયાર અદ્યતન કમાન્ડ કંટ્રોલરૂમમાંથી 45 કર્મચારીઓ રાત-દિવસ શહેરનું મોનિટરિંગ કરી ટ્રાફિક જ નહીં પણ ગુનેગારો ઉપર પણ સીધી નજર રાખશે.

મહેસાણામાં એ દિવસો દૂર નથી કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરનાર વાહન ચાલકને ઘરેબેઠાં મેમો મળે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેને આધારે અત્યાર સુધીમાં રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી, બીકે રોડ સહિતના 12 લોકેશનો પર સીસીટીવી કેમેરા લાગી ચૂક્યા છે અને હાલમાં અન્ય સ્થળોએ કામગીરી ચાલુ છે.