આતુરતાનો અંત: આ દિવસે લેવાશે NEET અને JEEની પરીક્ષા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ટાળવામાં આવેલી JEE અને NEETની પરીક્ષાને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ બંને પ્રતિસ્પર્ધી પરીક્ષાની તારીખની જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક એ કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ, JEE ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરવામાં આવશે. બીજી તરફ,
 
આતુરતાનો અંત: આ દિવસે લેવાશે NEET અને JEEની પરીક્ષા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ટાળવામાં આવેલી JEE અને NEETની પરીક્ષાને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ બંને પ્રતિસ્પર્ધી પરીક્ષાની તારીખની જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક એ કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ, JEE ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરવામાં આવશે. બીજી તરફ, NEETની પરીક્ષા 26 જુલાઈએ આયોજિત કરવામાં આવશે.

માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયાના માધ્યમથી JEE (Main) અને NEETની પરીક્ષાની તારીખ જાહેર કરી. નિશંક છેલ્લા દસ દિવસથી સતત બીજી વાર સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના સ્ટુડન્ટ્સના સવાલ આપી રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

JEE (Main)ની પરીક્ષા એપ્રિલમાં લેવાની હતી પરંતુ કોરોના વાયરસને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. બાદમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ NEETની પરીક્ષાને પણ સ્થગિત કરી દીધી હતી. તેની સાથે જ સ્ટુડન્ટ્સને પરીક્ષા કેન્દ્ર ફેરફાર કરવાની પણ તક આપવામાં આવી હતી. એટલે જે સ્ટુડન્ટસ જ્યાં છે તેની આસપાસના કેન્દ્રમાં પરીક્ષા આપી શકે.