આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ઈડર

ઈડર પંથકમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીની મશ્કરી કર્યાની દલીલ સાથે એકવાર ઘરે દોડી આવ્યા હતા. જોકે યુવક ઘેર ન હોઇ પરત ગયા બાદ બીજી વખત ઘેર આવી ગયા હતા. આ દરમ્યાન પરિજનો હોવા છતાં ઘરમાં ઘૂસી યુવક ઉપર તૂટી પડ્યા હતા. બહેન અને ભાઇની નજરે હથિયાર સાથે યુવકને ખૂબ મારી ધમકી આપી નિકળી ગયા હતા. જોકે ગણતરીના કલાકોમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ તરફ મોત‌ થયાનું જાણ્યા બાદ ‌આરોપીઓ ફરીથી મૃતકના ઘેર આવી લોહીવાળા નિશાન દૂર કરવા દોડ્યા હતા. સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી પોલીસે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાઠા જિલ્લાના ઈડર તાલુકાના મોટી વાડોલ ગામે સામાન્ય વાતમાં યુવકની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ગેરેજમાં મજૂરી અર્થે જતાં યુવક ઉપર પરિવારની હાજરીમાં ઠંડા કલેજે ઈસમો તૂટી પડ્યા હતા. યુવતિની મશ્કરી કરી હોવાનું કહી સગા ભાઇ અને અને બહેનની હાજરીમાં પોતાના જ સમાજના ઈસમો ઘરમાં ઘૂસી ગયા હતા. હથિયાર વડે વિરેન્દ્રસિંહ ઝાલાને ખૂબ મારી લોહીલુહાણ હાલતમાં છોડી નાસી ગયા હતા. હત્યા સમાન હુમલો જોઈ ઈજાગ્રસ્ત વિરેન્દ્રસિંહના ભાઇ પ્રવિણસિંહ અને બહેન સપનાબા ચોંકી ગયા હતા. આ પછી ઇજાગ્રસ્ત હાલતમાં આરામ માટે વિરેન્દ્રસિંહ ઘરના રૂમમાં સુઈ ગયો હતો. જોકે બીજા દિવસે મોડા સુધી ઉઠ્યો નહિ તો ભાઇ અને બહેન ગભરાઈ ગયા હતા. ભારે કોલાહલ વચ્ચે આસપાસના લોકો આવતાં અંતે વિરેન્દ્રસિંહ મૃત્યુ પામ્યાનું સામે આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માર મારવાથી વિરેન્દ્રસિંહનુ મોત થયાનું જાણી હુમલાખોર ઈસમો અચાનક દોડી આવ્યા હતા. વિરેન્દ્રસિંહના લોહીવાળી જગ્યા સાફ કરી અને કપડાં પણ લઈ જઈ પુરાવાનો નાશ કરવા મથામણ કરી હતી. જોકે ભારે ગભરાહટ બાદ મૃતકના બહેન સપનાબાએ હુમલાખોર ઈસમો વિરૂદ્ધ સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે કુલ 6 ઈસમો વિરૂદ્ધ આઇપીસી કલમ 143, 148, 149, 147, 302, 452, 201, 323, 506(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરિયાદ

(1) કામેશસિંહ પ્રહલાદસિંહ મકવાણા
(2) મયુરસિંહ મહેશસિંહ મકવાણા
(3) અમરતબા રામસિંહ મકવાણા
(4) હંસાબા પ્રહલાદસિંહ મકવાણા
(5) મહેશસિંહ રામસિંહ મકવાણા
(6) પ્રહલાદસિંહ રામસિંહ મકવાણા

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code