આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ઇડર

રાજયમાં વધતા જતા અકસ્માતોના બનાવોમાં બુધવારે વધુ એક બનાવ સાબરકાંઠાના ઇડર ખાતે બનવા પામ્યો છે. સાબરકાંઠાના ઇડર ખાતે બારેલા તળાવ પાસે ટ્રક ચાલકે બેકાબુ બની બાઇકસવારને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યુ હતુ.

ઇડરના બારેલા તળાવ પાસે બુધવારે સર્જાયેલા એક અકસ્માતમાં એક બાઇકસવારનું મોત થવા પામ્યુ છે. બારેલા તળાવ પાસે બુધવારે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકે બાઇકસવારને હડફેટે લેતા ટ્રકના ટાયર નીચે બાઇક આવી જતા બાઇકનો ભુકકો બોલાઇ ગયો હતો. જોકે સમગ્ર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code