ઇડર: વીજ વાયરના તણખલાથી ખેતરમાં ઉભા 200 મણ ઘઉં ભસ્મિભૂત

અટલ સમાચાર,ઇડર ઇડર તાલુકાનાં પાનોલ ગામે બપોરે અચાનક ખેતરમાં ઉભા ઘઉંમાં આગ લાગી ગઇ હતી. વીજ વાયરના તણખલાથી લાગેલી આગને કારણે 200 મણ ઘઉં જોતજોતામાં ભસ્મિભૂત થઇ ગયા હતા. ખેડૂતને દૂષ્કાળમાં અધિકમાસ જેવી પરિસ્થિતિ ઉભી થતાં મોટો આર્થિક ફટકો પડયો છે. જેનાથી જીઇબી સામે પંથકના ખેડુતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. સાબરકાંઠા જીલ્લાના ઇડર
 
ઇડર: વીજ વાયરના તણખલાથી ખેતરમાં ઉભા 200 મણ ઘઉં ભસ્મિભૂત

અટલ સમાચાર,ઇડર

ઇડર તાલુકાનાં પાનોલ ગામે બપોરે અચાનક ખેતરમાં ઉભા ઘઉંમાં આગ લાગી ગઇ હતી. વીજ વાયરના તણખલાથી લાગેલી આગને કારણે 200 મણ ઘઉં જોતજોતામાં ભસ્મિભૂત થઇ ગયા હતા. ખેડૂતને દૂષ્કાળમાં અધિકમાસ જેવી પરિસ્થિતિ ઉભી થતાં મોટો આર્થિક ફટકો પડયો છે. જેનાથી જીઇબી સામે પંથકના ખેડુતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના પાનોલ ગામે રહેતા વણકર પ્રભુભાઇ મોતીભાઇના ખેતરમાં શુકવારે બપોરે આભ ફાટી ગયુ હોય તેવો માહોલ બન્યો હતો. નજીકથી પસાર થતા ઉત્તર ગુજરાત વીજ કંપનીના વાયરથી આગના તણખલા ઝરતા હતા. ખેતરમાં ઉભા ઘઉં વાઢવા ઉપર આવી ગયા હોઇ સામાન્ય તણખલાથી જોતજોતામાં આગની જવાળાઓ ફેલાઇ ગઇ હતી.

આગને પગલે પ્રભુભાઇના ખેતરમાં ઉભા 200 મણ ઘઉં ઘડીભરમાં ભસ્મિભુત થઇ ગયા હતા. ભારે દોડધામની વચ્ચે ફાયર ફાયટર બોલાવવમાં આવ્યુ હતુ. જોકે, ફાયર ફાઇટરના આવતા સુધી ઘઉં ઉપર આગનો કબજો આવી ગયો હતો. જેનાથી વેચવા તો ઠીક બાર મહિના ઘરે ખાવા માટે પણ ઘઉં નહી વધતા તમામ સળગી ગયા હતા. જેને પગલે ખેડુતને મિનિ દુષ્કાળમાં વધુ એક નાણાકીય ફટકો પડયો છે. ઘટનાને પગલે આસપાસના ખેડુતોમાં જીઇબી સામે ભારે નારાજગી ઉભી થઇ છે.