આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

ઈડર તાલુકાના સાબલવાડ ગામે ગત દિવસોમાં ગણપતિ મહોત્સવ દરમ્યાન અચાનક બબાલ થઇ હતી. જૂની અદાવતને પગલે બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો છે. સામસામે ફરિયાદ બાદ ઘટનાને પગલે ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં ગામમાં બે જૂથ વચ્ચે અગાઉની વાતને લઈ યુધ્ધ છેડાઇ ગયું હતું. જોતજોતામાં સામસામે પથ્થરમારો થતાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પટેલ અને ચૌહાણ જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન ગામમાં ફરી ઝઘડો ન થાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામમાં બે જૂથ વચ્ચે મારામારીને પગલે ઈડર પોલીસ મથકે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાને પગલે સાબલવાડ ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.

01 Oct 2020, 11:43 AM (GMT)

COVID-19 Global Stats

34,205,601 Total Cases
1,019,601 Death Cases
25,459,205 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code