શિક્ષણ@દેશ: CBSE બોર્ડ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને આજે ધોરણ 10ના પરિણામની જાહેરાત કરી છે. કોરોના વાયરસને કારણે ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મૂલ્યાંકન પદ્ધતિના આધારે માર્ક આપવામાં આવ્યું છે. આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષા રદ્દ થયા બાદ આંતરિક મૂલ્યાંકન અને સીબીએસઈ દ્વારા તૈયાર રિઝલ્ટ ફોર્મૂલાના આધાર પર
 
શિક્ષણ@દેશ: CBSE બોર્ડ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને આજે ધોરણ 10ના પરિણામની જાહેરાત કરી છે. કોરોના વાયરસને કારણે ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મૂલ્યાંકન પદ્ધતિના આધારે માર્ક આપવામાં આવ્યું છે. આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષા રદ્દ થયા બાદ આંતરિક મૂલ્યાંકન અને સીબીએસઈ દ્વારા તૈયાર રિઝલ્ટ ફોર્મૂલાના આધાર પર ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવ્યા છે. તેથી આ વખતે ન મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે કે ન સીબીએસઈ બોર્ડ ધોરણ 10ના ટોપરની જાહેરાત કરશે.

શિક્ષણ@દેશ: CBSE બોર્ડ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

કોરોના સંક્રમણને કારણે ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તેવામાં વિદ્યાર્થીઓને વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિના આધારે માર્ક આપવામાં આવ્યા છે. તે માટે બોર્ડ કોઈ મેરિટ યાદી જાહેર કરશે નહીં. CBSE એ શુક્રવારે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે CBSE નું પરિણામ 99.37 ટકા રહ્યું. યુવતીઓએ યુવકો કરતા સારૂ પ્રદર્શન કર્યું છે. યુવતીઓનું પરિણામ 99.67 ટકા તો યુવકોનું પરિણામ 99.13 ટકા રહ્યું હતું. મહત્વનું છે કે આ વર્ષે 70 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ માર્ક પ્રાપ્ત કર્યા છે. આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્ક પ્રાપ્ત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ રીતે ચેક કરો તમારૂ પરિણામ

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જવું પડશે.
  • ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રિઝલ્ટ લિંક પર ક્લિક કરવું પડશે.
  • પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરવું પડશે.
  • ધોરણ 10નું પરિણામ તમારી સામે હશે.
  • 10ના પરિણામની કોપી ડાઉનલોડ કરી તમારી પાસે રાખી શકો છો.