શિક્ષણ@દેશ: ધોરણ-12 CBSEનું પરિણામ આજે બપોરે 2 વાગ્યે જાહેર કરાશે, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ધોરણ-12 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનાં વિદ્યાર્થીઓ માટે આજે સારા સમાચાર આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-12 નું પરિણામ આજે (30 જુલાઈ) બપોરે 2 વાગ્યે જાહેર કરશે. CBSE બોર્ડ 10 નું પરિણામ પણ બહુ જલ્દી જાહેર થશે. સીબીએસઇ બોર્ડે ગુરુવારે તેની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ‘રોલ નંબર ફાઇન્ડર’
 
શિક્ષણ@દેશ: ધોરણ-12 CBSEનું પરિણામ આજે બપોરે 2 વાગ્યે જાહેર કરાશે, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધોરણ-12 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનાં વિદ્યાર્થીઓ માટે આજે સારા સમાચાર આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-12 નું પરિણામ આજે (30 જુલાઈ) બપોરે 2 વાગ્યે જાહેર કરશે. CBSE બોર્ડ 10 નું પરિણામ પણ બહુ જલ્દી જાહેર થશે. સીબીએસઇ બોર્ડે ગુરુવારે તેની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ‘રોલ નંબર ફાઇન્ડર’ ક્ષેત્રને એક્ટિવ કરી દીધું હતું. CBSE બોર્ડ 10 અને 12 નું પરિણામ તપાસવા માટે તમે cbseresults.nic.in અથવા cbse.gov.in ની મુલાકાત લઈ શકો છો.

શિક્ષણ@દેશ: ધોરણ-12 CBSEનું પરિણામ આજે બપોરે 2 વાગ્યે જાહેર કરાશે, જાણો એક જ ક્લિકે
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) નાં ધોરણ 12 બોર્ડનાં પરિણામનાં આતુરતાથી રાહ જોઇ રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. 31 મી જુલાઈ 2021 સુધીમાં 10 અને 12 નાં વર્ગનાં પરિણામ જાહેર કરવા સીબીએસઇ અને વિવિધ રાજ્ય બોર્ડને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. જેને ધ્યાનમાં રાખી આજે બપોરે 2 વાગ્યે ધોરણ-12 CBSE નું પરિણામ જાહેર કરવામા આવશે. નોંધનીય છે કે આ વર્ષે CBSE ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા માટે મૂલ્યાંકન સૂત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધોરણ 10 અને ધોરણ 11 માં ગુણને 30-30 ટકા વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ 12 માં કામગીરી માટે 40 ટકા વેઇટેજ આપવામાં આવશે. જે બાળકો પરિણામથી સંતુષ્ટ નથી તેમને પરિસ્થિતિ સામાન્ય થયા પછી પરીક્ષામાં ફરીથી હાજર રહેવાની તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓનાં ધોરણ 10 નાં 5 માંથી શ્રેષ્ઠ 3 પેપરોનાં માર્કસ લેવામાં આવશે. ધોરણ 11 નાં તમામ થિયરી પેપરો માટે ગુણ લેવામાં આવશે. વળી, ધોરણ 12 માં, વિદ્યાર્થીઓનું યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરીક્ષાનાં ગુણ લેવામાં આવશે.

આ રીતે વિદ્યાર્થી કરી શકશે ચેક

  • સૌ પ્રથમ સીબીએસઈની ઑફિશિયલ વેબસાઇટ,cbseresults.nic.in, cbse.gov.in પર જાઓ
  • પરીણામ ટેબ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે
  • CBSE EXAM RESULT સીબીએસઇ ધોરણ 10 ના પરિણામ અને સીબીએસઇ ધોરણ 12 ના પરિણામની લિંક પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો. સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
  • તમારું પરિણામ તમે સ્ક્રીન પર જોઈ શક્શો. પરિણામને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે સાચવીને રાખો.