શિક્ષણ: ધોરણ-10-12 CBSE બોર્ડની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો થઇ શકે

અટલ સમાચાર, ડેસ્ક સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની ફીમાં ધડખમ વધારો ઝિંક્યો હોવાનું સુત્રો જણાવી રહયા છે. બોર્ડે એસસી-એસટીના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 24 ગણવો વધારો કર્યો હોવાની વિગતો સુત્રો દ્વારા સામે આવી છે. અત્યાર સુધી એસસી-એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી રૂપિયા 50 લેવામાં આવતી હતી જે હવે
 
શિક્ષણ: ધોરણ-10-12 CBSE બોર્ડની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો થઇ શકે

અટલ સમાચાર, ડેસ્ક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની ફીમાં ધડખમ વધારો ઝિંક્યો હોવાનું સુત્રો જણાવી રહયા છે. બોર્ડે એસસી-એસટીના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 24 ગણવો વધારો કર્યો હોવાની વિગતો સુત્રો દ્વારા સામે આવી છે. અત્યાર સુધી એસસી-એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી રૂપિયા 50 લેવામાં આવતી હતી જે હવે વધારીને રૂપિયા 1200 કરવામાં આવી છે. જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પરીક્ષા ફી રૂપિયા 1500 પડશે જે પણ પહેલા કરતાં બમણી હોવાનુ સુત્રો જણાવી રહ્યાં છે.

શિક્ષણ: ધોરણ-10-12 CBSE બોર્ડની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો થઇ શકે

જોકે દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોઈ ફી આપવાની રહેશે નહી. બોર્ડના સુત્રોના જણાવ્યાં પ્રમાણે બોર્ડે કરેલા ફી વધારા પ્રમાણે, ધોરણ.12ની પરીક્ષામાં વધારાના વિષયો સાથે પરીક્ષા આપનાર એસસી-એસટી વિદ્યાર્થીઓએ એક્સટ્રા ફી આપવાની થતી નહોતી પરંતુ હવે વધારાના 300 ભરવા પડશે. આવી જ રીતે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પહેલા વધારાના વિષયો માટે 150 ભરવા પડતા હતા જે હવે 300 ભરવા પડશે.