શિક્ષણ@ગુજરાત: ધો-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે. 27.83 ટકા પરિણામ સામે આવ્યું છે. જુલાઇ 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. જુલાઇ મહીનામાં ખાનગી વિદ્યાર્થીઓ અને રિપીટર્સની પરીક્ષા યોજાઇ હતી. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી 113 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 1,14,193 ઉમેદવારોમાંથી 31,785 પરીક્ષાર્થીઓ
 
શિક્ષણ@ગુજરાત: ધો-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે. 27.83 ટકા પરિણામ સામે આવ્યું છે. જુલાઇ 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. જુલાઇ મહીનામાં ખાનગી વિદ્યાર્થીઓ અને રિપીટર્સની પરીક્ષા યોજાઇ હતી. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી 113 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 1,14,193 ઉમેદવારોમાંથી 31,785 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78 હજાર 215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19 હજાર 32 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 40 હજાર 727 વિદ્યાર્થીનીઓમાંથી 35 હજાર 439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ 113 છે.

તે ઉપરાંત ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 305માંથી 264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 95 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે 112 વિદ્યાર્થીઓમાંથી 91 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 40 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉત્તર બુનિયાદીમાં પણ 35.98 ટકા વિદ્યાર્થીઓ અને 43.96 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, કોમર્સ અને ઉત્તર બુનિયાદીની રિપીટરોની પરીક્ષામાં પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.