શિક્ષણ@ગુજરાતઃ અંગ્રેજી માધ્યમના પેપર ચકાસવા 80 ટકા ખાનગી શિક્ષકોની મનમાની

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં હાલમાં યોજાયેલ ગુજરાત બોર્ડની પરીક્ષાની જવાબવહી તપાસવાને લઇને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ધોરણ-10ના બોર્ડના અંગ્રેજી માધ્યમના જવાબવાહી તપાસવામાં શિક્ષકોની આનાકાની જોવા મળી છે. જેમાં 80 ટકા શિક્ષકો તમામ સેન્ટરો આવતા ના હોવાની
 
શિક્ષણ@ગુજરાતઃ અંગ્રેજી માધ્યમના પેપર ચકાસવા 80 ટકા ખાનગી શિક્ષકોની મનમાની

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં હાલમાં યોજાયેલ ગુજરાત બોર્ડની પરીક્ષાની જવાબવહી તપાસવાને લઇને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ધોરણ-10ના બોર્ડના અંગ્રેજી માધ્યમના જવાબવાહી તપાસવામાં શિક્ષકોની આનાકાની જોવા મળી છે. જેમાં 80 ટકા શિક્ષકો તમામ સેન્ટરો આવતા ના હોવાની બોર્ડ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમના પેપર તપાસવા અમદાવાદ, સુરત અને વડોદરામાં સેન્ટર આપવામાં આવ્યા છે.
આ તમામ સેન્ટરોમાં 80 ટકા શિક્ષકો આવતા ના હોવાની બોર્ડ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. અંગ્રેજી માધ્યમની
મોટા ભાગની સ્કૂલો ખાનગી હોવાથી સંચાલકો શિક્ષકોને ફરજ પાડતા નથી જેના કારણે શિક્ષકો જતા નથી.

એક મળતી વિગત અનુસાર ધોરણ-10 બોર્ડના અંગ્રેજી માધ્યમના ઉત્તરવહી તપાસવામાં શિક્ષકોની મનમાની જોવા મળી છે. જેમાં ખાનગી શાળાના શિક્ષકો અંગ્રેજી માધ્યમની ઉત્તરવહી તપાસવા જતા નથી. જેમાં મોટા ભાગની અંગ્રેજી
માધ્યમની ખાનગી શાળાઓ છે.