શિક્ષણ@ગુજરાત: આજે ધોરણ 12નું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

 
શિક્ષણ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલા 12મા ધોરણના પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ગુજરાત બોર્ડના 12મા ધોરણનું વિજ્ઞાન, વાણિજ્ય અને કલા ત્રણેય પ્રવાહનું પરિણામ 5 મે 2025 ના રોજ આવશે. તમારી સુવિધા માટે, અમે નીચે પરિણામ તપાસવા માટે સીધી લિંક આપી છે, જે 5 મે 2025 ના રોજ સવારે 10.30 વાગ્યે સક્રિય થશે.

ગુજરાત બોર્ડ 12માનું પરિણામ સીટ નંબર દ્વારા ચકાસી શકાય છે. GSEB 12મા આર્ટસ, કોમર્સ અને સાયન્સનું પરિણામ સત્તાવાર વેબસાઇટ - gseb.org પર જાહેર કરવામાં આવશે. પરિણામમાં, વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા કુલ ગુણ, ગ્રેડ અને પર્સન્ટાઇલ ગુણ દેખાશે.શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમની પરીક્ષાનું પરિણામ આજે સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. GSEB 12મા ધોરણની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન યોજાઈ હતી. પરીક્ષા પ્રથમ શિફ્ટમાં સવારે 10.30 થી બપોરે 1.45 વાગ્યા સુધી યોજાઈ હતી, જ્યારે બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી યોજાઈ હતી.