શિક્ષણ@ગુજરાત: ધો.12 સાયન્સની પરીક્ષામાં 2020થી 50 ટકા OMR હશે

અટલ સમાચાર,ગાંધીનગર રાજ્ય સરકારે વાલીઓની રજૂઆત બાદ ધોરણ- 12 સાયન્સમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પાસ થાય તે માટે માર્ચ 2020 લેવાનારી ધો 12 સાયન્સની બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કર્યો છે. પરીક્ષામાં ઓએમઆર પદ્ધતિ મુજબ 50 ટકા એમસીક્યુ (મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) તેમજ 50 ટકા થિયરી(સબ્જેક્ટિવ)ના પ્રશ્નો પૂછવાનો નિર્ણય લીધો છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડે(જીએસીબીઈ)એ સરકારના આદેશ
 
શિક્ષણ@ગુજરાત: ધો.12 સાયન્સની પરીક્ષામાં 2020થી 50 ટકા OMR હશે

અટલ સમાચાર,ગાંધીનગર

રાજ્ય સરકારે વાલીઓની રજૂઆત બાદ ધોરણ- 12 સાયન્સમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પાસ થાય તે માટે માર્ચ 2020 લેવાનારી ધો 12 સાયન્સની બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કર્યો છે. પરીક્ષામાં ઓએમઆર પદ્ધતિ મુજબ 50 ટકા એમસીક્યુ (મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) તેમજ 50 ટકા થિયરી(સબ્જેક્ટિવ)ના પ્રશ્નો પૂછવાનો નિર્ણય લીધો છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડે(જીએસીબીઈ)એ સરકારના આદેશ અન્વયે પરીપત્ર કરી તેનો અમલ માર્ચ 2020 ની પરીક્ષામાં કરવા માટેનો પરિપત્ર કર્યો છે. રાજ્યની 2100 સ્કૂલોના ધો. 12 સાયન્સના 1.25 લાખ વિદ્યાર્થીઓને આ બાબત લાગુ પડશે. સરકારે ફક્ત 12 સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં જ ફેરફાર કર્યો છે.

શૈક્ષણિક વર્ષ 2018-2019માં ધોરણ 11 સાયન્સમાં ફિઝિકસ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી જેવા મુખ્ય વિષયોમાં એનસીઈઆરટી (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) ના ફ્રેમવર્ક મુજબના પુસ્તકો લાગુ કરાયા હતા. ધોરણ 12 સાયન્સ માર્ચ 2020ની પરીક્ષામાં 20 ટકા ઓબ્જેક્ટિવ પ્રશ્નો( ઓએમઆર સિસ્ટમ વગરના) તેમજ 80 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પૂછાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ વાલીઓએ શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરતાં શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના ‘વ્યાપક હિતો’ ને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરી છે. દર વર્ષે ખાલી રહેતી બેઠકો ભરવાનો સરકારનો કારસો છે. આ બાબતે યુવા ભાજપ દ્વારા પણ ધો. 12 સાયન્સની પરીક્ષા પદ્ધતિ ફેરવવાની માગણી સરકાર સમક્ષ કરાઈ હોવાનું યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે જણાવ્યું હતું.

માર્ચ 2019ની પરીક્ષામાં 50 ટકા ઓએમઆર પદ્ધતિના 50 ટકા માર્કસના પ્રશ્નો, 50 ટકા થિયરીના હતા. પરંતુ ગત વર્ષ 2018-2019 માટે ધોરણ 11 સાયન્સમાં ગણિત , ફિઝિક્સ , કેમેસ્ટ્રી , બાયોલોજીના મુખ્ય વિષયોમાં એનસીઈઆરટીના પુસ્તકો લાગુ કરાયા બાદ ધો 12 સાયન્સની માર્ચ 2020 ની પરીક્ષામાં સીબીએસઈ મુજબ પરીક્ષા પદ્ધતિ બદલવાની જાહેરાત થઈ , 20 ટકા ઓબ્જેક્ટિવ પ્રશ્નો (ઓએમઆર પદ્ધતિ વગરના). જ્યારે 80 થિયરેટિકલ પ્રશ્નો પૂછાશે તેવી જાહેરાત થઈ હતી.

શિક્ષણ બોર્ડે તમામ જિલ્લાઓના ડીઈઓને કરેલા પરિપત્ર અનુસાર માર્ચ 2020 માં લેવાનારી ધો 12 સાયન્સની પરીક્ષામાં એનસીઈઆરટી આધારિત તમામ મુખ્ય વિષયો તેમજ ભાષા સહિતના અન્ય તમામ વિષયોમાં 50 ટકા ઓએમઆર , તેમજ 50 ટકા થિયરીના પ્રશ્નો પૂછાશે. જેના કારણે વિદ્યાર્થીઓનું ટેન્શન ઓછું થશે પરંતુ ફિઝિક્સ , કેમિસ્ટ્રી , મેથ્સ , બાયોલોજી સહિતના મુખ્ય વિષયોના શિક્ષકોને અભ્યાસમાં ભારે જહેમત ઉઠાવવી પડશે.