શિક્ષણ@ગુજરાત: 1લી ઓક્ટોબરથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર, કોલેજ-યૂનિવર્સિટીને UGCએ આપી સૂચના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી ગ્રાન્ડ કમીશને તમામ યૂનિવર્સિટી અને કોલેજ માટે એક્ઝામિનેશન અને એકેડમિક કેલેન્ડરની ગાઇડલાઇન જારી કરી દીધી છે. કોરોના સંક્રમણના જોખમના કારણે આ વર્ષે એકેડમિક સેશન શરૂ થવામાં વિલંબ થયો છે અને પરીક્ષા પણ સમય પહેલા નહીં થઇ શકે. આયોગે તમામ સેશન રેગ્યુલેટ કરવા માટે તમામ કોલેડ-યુનિવર્સિટી માટે
 
શિક્ષણ@ગુજરાત: 1લી ઓક્ટોબરથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર, કોલેજ-યૂનિવર્સિટીને UGCએ આપી સૂચના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી ગ્રાન્ડ કમીશને તમામ યૂનિવર્સિટી અને કોલેજ માટે એક્ઝામિનેશન અને એકેડમિક કેલેન્ડરની ગાઇડલાઇન જારી કરી દીધી છે. કોરોના સંક્રમણના જોખમના કારણે આ વર્ષે એકેડમિક સેશન શરૂ થવામાં વિલંબ થયો છે અને પરીક્ષા પણ સમય પહેલા નહીં થઇ શકે. આયોગે તમામ સેશન રેગ્યુલેટ કરવા માટે તમામ કોલેડ-યુનિવર્સિટી માટે ગાઇડલાઇન જાહેર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આયોગે જણાવ્યું કે 2021-22 સેશન માટે ફર્સ્ટ ઈયર કોર્સેઝમાં એડમિશન 30 સપ્ટેમ્બર સુધી પૂરા કરવા પડશે. બાકીની સીટો પર એડમિશન 31 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવા પડશે. ઉપરાંત તમામ યૂનિવર્સિટી અને કોલેજોને 1 ઓક્ટોબરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું રહેશે. 31 ઓગસ્ટ સુધીમાં પરીક્ષા ઓનલાઇન, ઓફલાઇન અથવા મિક્સ સ્થિતિમાં પૂર્ણ કરવાની રહેશે.

આ સાથે UGCએ સ્વીકાર્યું કે, UG કોર્સિઝમાં એડમિશન માટે 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવું જરૂરી છે. જોકે તમામ બોર્ડ 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવાના છે, એવામાં ગ્રેજ્યુટ કોર્સમાં એડમિશન આગામી એક મહિના એટલે 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ થવો જોઇએ. સેમેસ્ટર પરીક્ષા અથવા સેમેસ્ટર બ્રેક પર નિર્ણયનો અધિકાર ઇન્સ્ટિટ્યૂટ પાસે જ રહેશે.