શિક્ષણ@ગુજરાત: સરકારી યુનિવર્સીટીમાં આજથી કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજિસ્ટ્રેશન શરૂ

 
યુનિવર્સીટી

અગાઉ વિદ્યાર્થી સરેરાશ રૂ. 500 ખર્ચીને અંદાજે 5 કોર્સમાં અરજી કરતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જ્યાં કોમન એડમિશન પોર્ટલ માં આજથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રક્રિયા શરૂ થઇ છે. સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થઈ રહી છે. જ્યાં વિદ્યાર્થી ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ રાજ્યની સરકારી યુનિવર્સિટી માં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. વિદ્યાર્થી ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થશે. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રક્રિયા શરૂ થઇ છે. પ્રથમ તબક્કાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો માટે ફરી પોર્ટલ ઓપન કરવામાં આવશે. 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઈચ્છતાં વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં અરજી કરતા હતાં અને તે માટે ફી પણ અલગ અલગ ભરવી પડતી હતી.

જેથી હવે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીને ફક્ત એક જ વખત ફી ભરીને પોતાના મન મતી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. અગાઉ વિદ્યાર્થી સરેરાશ રૂ. 500 ખર્ચીને અંદાજે 5 કોર્સમાં અરજી કરતા હતા. તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.