શિક્ષણ@ગુજરાતઃ ધો.10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, આ તારીખથી પ્રમાણપત્રોનું વિતરણ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું. આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણા 8.17 ટકા જાહેર થયું છે. 1,32,032 વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા માટે
 
શિક્ષણ@ગુજરાતઃ ધો.10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, આ તારીખથી પ્રમાણપત્રોનું વિતરણ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું.

શિક્ષણ@ગુજરાતઃ ધો.10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, આ તારીખથી પ્રમાણપત્રોનું વિતરણ કરાશે
જાહેરાત

આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણા 8.17 ટકા જાહેર થયું છે. 1,32,032 વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા. જેમાંથી 1,08,869 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. પરીક્ષા આપી હતી તેવા 1,08,869 વિદ્યાર્થીઓમાંથી 8,890 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 5,207 વિદ્યાર્થીઓ અને 3,683 વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. વિદ્યાર્થીઓની ટકાવીર 8.04 ટકા છે જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી 8.36 ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે ધોરણ 10 પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રો જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે. 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું વિતરણ શાળા ખાતેથી કરાશે. ગુણચકાસણી કરાવવા માંગતા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ પોસ્ટથી 7 દિવસમાં અરજી કરવાની રહેશે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં લેવાયેલી પરીક્ષામાં અંદાજે 1.08 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર નહીં કરવામાં આવે, 21 સપ્ટેમ્બરે સ્કૂલમાંથી માર્કશીટ વિતરણ કરાશે.