શિક્ષણ@ગુજરાત: રાજ્ય સરકાર ઇંગ્લિશ મીડિયમની 100 શાળાઓ શરૂ કરશે

અટલ સમાચાર, ડેસ્ક હાલ રાજ્યમાં બાળકોને અંગ્રેજી શાળામાં શિક્ષણ અપાવવાની માતા-પિતાની વધતી આકાંક્ષાઓના કારણે રાજ્યમાં અનેક નવી અંગ્રેજી મીડિયમ શાળાઓ શરૂ થઇ શકે છે. જોકે ક્યાંકને ક્યાંક આ વલણની અસર રાજ્યની સરકારી શાળામાં ભણવા જતા બાળકોની સંખ્યા પર પણ થઇ રહી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે છેલ્લા થોડા
 
શિક્ષણ@ગુજરાત: રાજ્ય સરકાર ઇંગ્લિશ મીડિયમની 100 શાળાઓ શરૂ કરશે

અટલ સમાચાર, ડેસ્ક

હાલ રાજ્યમાં બાળકોને અંગ્રેજી શાળામાં શિક્ષણ અપાવવાની માતા-પિતાની વધતી આકાંક્ષાઓના કારણે રાજ્યમાં અનેક નવી અંગ્રેજી મીડિયમ શાળાઓ શરૂ થઇ શકે છે. જોકે ક્યાંકને ક્યાંક આ વલણની અસર રાજ્યની સરકારી શાળામાં ભણવા જતા બાળકોની સંખ્યા પર પણ થઇ રહી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે છેલ્લા થોડા મહીનામાં અલગ અલગ જીલ્લા દ્વારા પ્રાપ્ત કરેલી અરજીના આધારે 100 અંગ્રેજી મીડિયમ શાળાઓ શરૂ કરવાની યોજના બનાવી છે.

લોકોનો અભિપ્રાય બદલવા પ્રયાસ

આવું કદાચ પહેલી વખત બન્યુ હશે કે, ગુજરાત સરકારે સરકારી શાળાના શિક્ષણ પ્રત્યે લોકોમાં પ્રવર્તી રહેલી ધારણા બદલવા માટે પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 33,000 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી 98 ટકા ગુજરાતી માધ્યમની શાળાઓ છે. શહેરમાં હાલની કેટલીક અંગ્રેજી માધ્યમની શાળાઓનું સંચાલન સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

સરકાર આ નવી શાળાઓ જિલ્લા અથવા તાલુકા સ્તરે હાલની સુવિધાઓનો ઉપયોગ કરીને અને કરાર આધારિત નવી શિક્ષણ ભરતી ગોઠવીને શરૂ કરવામાં આવશે. અંગ્રેજી માધ્યમની શાળાઓ માટેનું સૌથી પસંદગી પૂર્ણ સ્થળ અરવલ્લી જિલ્લો છે, જ્યાં આવી 12 શાળાઓ માટે અરજી કરવામાં આવી છે, ત્યારબાદ મહેસાણા છે, જ્યાં સાત શાળાઓ માટે અરજી કરવામાં આવી છે. જ્યારે ડાંગમાં છ અંગ્રેજી માધ્યમની શાળાઓ અંગે અરજી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાં ત્રણ-ત્રણ શાળાઓ સૂચવવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકાર સંચાલિત અંગ્રેજી માધ્યમની 106 શાળાઓમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ નાગરિક સંસ્થાઓ દ્વારા 56 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

એક શિક્ષકના જણાવ્યા અનુસાર, ઘણા વિદ્યાર્થીઓ કે જેમણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તેઓને ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરવાની કરવાની ફરજ પડી હતી કારણ કે રાજ્યમાં સરકાર સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓ બહુ ઓછી છે. મંત્રીના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટના ધોરણે શિક્ષકોની ભરતી આ શાળાઓના વિસ્તરણમાં મોટો અવરોધ સાબિત થઈ શકે છે. રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે,તેઓ મહામારીના સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓ છોડવા મજબૂર બનેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નવી આશાની કિરણ આપશે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે 21 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે, તેઓ એવા વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમની શાળાઓની સુવિધા આપશે જેમણે મહામારી સંબંધિત સમસ્યાઓને કારણે ખાનગી શાળાઓ છોડી દીધી હતી.

માર્ચ, 2020માં કોવિડ-19 મહામારી શરૂ થઇ ત્યારથી ગુજરાતમાં લગભગ 5 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી દીધી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર શૈક્ષણિક વર્ષ 2020-21માં 2.82 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી દીધી. ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં આવવું તે મહામારીના કારણે સર્જાયેલી નાણાકીય તાણ અને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો માટે આજીવિકાને થયેલા નુકસાનને આભારી હોઈ શકે છે. ઉલ્લેખનીય છેકે, ઘણા વાલીઓને તે દિવસોમાં ખાનગી શાળાઓમાં વાર્ષિક સરેરાશ રૂ. 15,000 થી રૂ. 30,000 ચૂકવવાના દબાણનો સામનો કરવો પડ્યો હતો.