આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યની માધ્યમિક શાળાઓનાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓે માટે વિજ્ઞાન પ્રયોગ નોંધપોથી તૈયાર કરવાનું ફરજીયાત કરાયું છે. જે મુદ્દે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને જિલ્લા શિક્ષણાધિકારીને આ પરિપત્રનો કડક અમલ કરવા સૂચના અપાઈ છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન. રાજગોરે રાજ્યનાં જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર આપ્યો છે. જેમાં ધોરણ 10ની વિજ્ઞાન વિષયની પ્રયોગ નોંધપોથી ફરજિયાત તૈયાર કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. જૂન 2019થી ધોરણ 10નાં વિષયમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક નોંધપોથી તૈયાર કરવી ફરજિયાત છે.

શાળાઓનાં વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં જઈ નિદર્શન પ્રયોગો દ્વારા પ્રાયોગિક શિક્ષણ મેળવે અને બાળ વૈજ્ઞાનિક તૈયાર થાય તેવા હેતુ સાથે શાળાના સંચાલકોને સુચના આપવામાં આવી છે. આ કામગીરીનું વાર્ષિક નિરક્ષણ પણ શિક્ષણ નિરિક્ષકો દ્વારા કરવામાં આવશે. જેથી ધોરણ.10 વિજ્ઞાનમાં માસવાર પ્રાયોગિક કાર્યનું આયોજન કરવું અને તેની વિદ્યાર્થીઓ પાસે નોંધપોથી તૈયાર કરાવવા પણ સુચનાઓ આપવામાં આવી છે.

swaminarayan

29 Sep 2020, 6:27 AM (GMT)

COVID-19 Global Stats

33,556,424 Total Cases
1,006,458 Death Cases
24,881,607 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code