શિક્ષણઃ ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં આવશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂન મહિનાના બીજા સપ્તાહમાં ધોરણ 10નુ પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ હજી આવવાનું બાકી છે, ત્યારે હવે જૂન મહિનામાં આ પરિણામ આવે તેવી શક્યતા છે. ધોરણ 10ના પરિણામની આખરી
 
શિક્ષણઃ ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં આવશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂન મહિનાના બીજા સપ્તાહમાં ધોરણ 10નુ પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ હજી આવવાનું બાકી છે, ત્યારે હવે જૂન મહિનામાં આ પરિણામ આવે તેવી શક્યતા છે. ધોરણ 10ના પરિણામની આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તૈયારી પણ આખરી તબક્કામાં છે. તેથી જૂન મહિનાના બીજા સપ્તાહમાં 10 તારીખની આસપાસ પરિણામ જાહેર થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું. તેની માર્કશિટ આપવાની કામગીરી પણ કરાઈ છે. જેના બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે.