શિક્ષણઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું રિઝલ્ટ જાહેર, કુલ પરિણામ 72.02%

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. 

 
exam

અટલ સમાચાર, ડેસ્ક


આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે દાહોલ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ જાહેર થયું છે. રાજકોટનું સૌથી વધુ 85.78 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે આ સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે. A ગ્રેડનું 78.40 અને B ગ્રેડનું 68.58 ટકા અને AB ગ્રેડનું 78.38 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ પરિણામની સાથે સાથે ગુજકેટ 2022નું (GUJCET result 2022) પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 10.00 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પરથી આ પરિણામ જોઇ શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને માર્કશીટ હાલ નહી મળે. દસ દિવસ બાદ વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.