શિક્ષણઃ આવતીકાલે ધો.12 સાયન્સ અને GUJCETના પરિણામ જાહેર થશે, આ રીતે ચેક કરી શકાશે
exam

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં વિદ્યાર્થીઓ જેની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધો. 12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા ટ્વીટર પરએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ 12-5-2022ના રોજ થશે.બોર્ડની પરીક્ષાનું પરિણામ અને ગુજકેટનું પરિણામ 12-5-2022ના રોજ સવારે 10.00 વાગ્યે જાહેર થશે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આ અંગે વધુ માહિતી આજે સાંજ સુધીમાં બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકાશે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ 2022)ની પ્રથમ પરીક્ષાના સેશનમાં ફિઝિક્સમાં 107694, પૈકી કુલ 102913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજા સેશનમાં બાયોલોજીમાં 67,934 પૈકીના 64965 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા પેપરમાં મેથ્સમાં 4007 રાજ્યમાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી લઈને 12 એપ્રિલે સુધી લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ એક મહિના સુધી સતત તેની ઉત્તરવહી ચકાસવાની કામગીરી ચાલી હતી.

આ રીતે GUJCETની ફાઇનલ આન્સર કી કરો ચેક

સૌ પ્રથમ https://www.gseb.org/ પર જાવ.
જે બાદ Board Website પર ક્લિક કરો
જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું દેખાશે.
જેની પર ક્લિક કરીને તમે ફાઇનલ આન્સર કી જોઇ શકશો.