ગુજરાતઃ ધો. 10ની પૂરક પરીક્ષાનું આજે પરિણામ જાહેર, વિદ્યાર્થીઓઓ આ લીંક પર જોઇ શકશે પરિણાામ
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું આજે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષાનું બોર્ડે પરિણામ જાહેર કર્યું છે. આ વખતે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું 24.72 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પૂરક પરીક્ષામાં કુલ 1.45 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે આજે શનિવારે સવારે 8 વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા આ વખતે 24.72 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાંથી વિદ્યાર્થીઓનું 23.72 ટકા પરિણામ અને વિદ્યાર્થીનીઓનું 26.25 ટકા પરિણામ જાહેર કરાયું છે. આમ પૂરક પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
જુલાઈ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં કુલ 1.40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓઓ પોતાના પરિણાામ જોવા માટે https://www.gseb.org/ સત્તાવાર વેબસાઈનો ઉપયોગ કરવો.

આ પરીક્ષામાં જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલી હતી. જેમાં 158686 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 91238 વિદ્યાર્થીઓ અને 67448 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. માર્ચ/એપ્રિલ 2022માં બેઝિક ગણિત (18) સાથે ઉતીર્ણ થયેલા ઉમેદવારો જેઓ સ્ટાન્ડર્ડ ગણિત (12) સાથે પૃથ્થક ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયેલા હતા. તેવા 3367 ઉમેદવારો પૈકી 3191 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી લાયકી પાત્ર ઉમેદવારોની સંખ્યા 2286 છે. પરીક્ષા આપવા માટે કુલ 1,58,686 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 1,40,509 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. differently abled ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 189 છે.