શિક્ષણઃ વિકાસના ગુજરાતમાં તો હજુ સુધી 6443 શાળાઓમાં રમતનું મેદાન જ નથી

 
student

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના શિક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી આમને સામને પણ આવી ગયા હતા. તો બીજી તરફ હવે રાજ્યની સરકારી શાળાઓને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે રાજ્યમાં સરકારી શાળાઓની પરિસ્થિતિની અંગેની વિગતો રજૂ કરી છે.

કુલ ૩૨૩૧૯ જેટલી સરકારી શાળાઓ પૈકી 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ શાળાઓ પૈકી રાજ્યભરમાં ૭ સરકારી શાળાઓ એવી છે કે, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર અથવા તો અન્ય માધ્યમ થકી પાણી પહોંચાડવામાં આવે છે. કુલ સરકારી શાળા પૈકી ૭૭૮ શાળા ભાડાના મકાન અથવા અન્ય વિકલ્પ વ્યવસ્થા કરાઇ હોય ત્યાં ચાલી રહી છે. ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ચર્ચાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી.

મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે છોટાઉદેપુરની વાગલવાડા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ સુવિધાઓથી સજ્જ હોવાની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી.  રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે રાજ્યમાં સરકારી શાળાઓની કેટલીક મહત્વપૂર્ણ બાબતો રજુ કરી જે અંગે મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠે સંતોષ વ્યક્ત કરતા સુઓમોટો અરજીનો નિકાલ થયો.

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
 રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિ પર સતત રાજ્ય નું આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. કોરોના કેસ વધતાં ટેસ્ટીગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગના પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો હોવાનો આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો છે. વેકસિનના કારણે સંક્રમણની તીવ્રતા ઘટી છે. હોસ્પિટલાઈઝેશનમાં ગઈ કાલ સુધી માત્ર 41 લોકો જ છે. જેમાંથી 6 લોકો વેંટીલેટર પર છે. કોરોના કેસમાં વધારો થતાં જીનોમ્સ સિક્વન્સિંગ પર ભાર મુકવામા આવ્યો છે.