શિક્ષણઃ આવતા વર્ષ 2023-24માં કોલેજમાં દાખલ થવા વિદ્યાર્થીને સેન્ટ્રલાઈઝ પ્રવેશ પરીક્ષા લેવાશે

.જી.સી દ્વારા કાઉન્સિલના અભ્યાસક્રમ બાદ આર્ટસ કોમર્સ અને સાયન્સના અભ્યાસમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે પ્રવેશ પરીક્ષા લઈ મેરિટ આધારે પ્રવેશ આપવા નિર્ણય કરી રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ સહિત યુનિવર્સિટીઓને પરિપત્ર કર્યો છે.
 
exam

અટલ સમાચાર, ડેસ્ક

નવીન 2022 રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત યુજીસી દ્વારા હવે શાળાઓમાં ધો.12 પાસ કર્યા બાદ કોલેજોમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીની સેન્ટ્રલાઈઝ પ્રવેશ પરીક્ષા લેવાશે. પરીક્ષાના પરિણામના મેરિટ આધારે પ્રવેશ પ્રક્રિયા કરવાનો પરિપત્ર કર્યો હતો. જેનો રાજ્ય સરકાર તેમજ યુનિવર્સિટીઓ દ્વારા સ્વીકાર કરાયો છે.જેમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા પણ સ્વીકાર કરી અમલીકરણ માટે એકેડેમિક કાઉન્સીલમાં મુકાનાર છે.

 
નિયમની માર્ગદર્શિકા, આયોજન કે સ્પષ્ટીકરણ બાકી હોય આ નવીન શૈક્ષણિક વર્ષના અમલીકરણ થવાના બદલે આવતા વર્ષ 2023-24માં અમલીકરણ કરાશે તેવું તજજ્ઞો દ્વારા અંદાજ વ્યક્ત કરાયો છે. ​​​​​​હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સહિત રાજ્યભરમાં કાઉન્સિલ અભ્યાસક્રમ સિવાયના કોલેજમાં અન્ડર ગેજ્યુશન (યુ.જી) અભ્યાસ ક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે સીધો પ્રવેશ અપાય છે. નવીન શિક્ષણનીતિ અંતર્ગત યુ.જી.સી દ્વારા કાઉન્સિલના અભ્યાસક્રમ બાદ આર્ટસ કોમર્સ અને સાયન્સના અભ્યાસમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે પ્રવેશ પરીક્ષા લઈ મેરિટ આધારે પ્રવેશ આપવા નિર્ણય કરી રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ સહિત યુનિવર્સિટીઓને પરિપત્ર કર્યો છે.

  અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ બાબતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે પરિપત્રનો રાજ્ય સરકાર ઉપરાંત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓએ સેંધ્ધાંતતિક સ્વીકાર કર્યો છે. જેમાં HNGU યુનિએ યુજીસીના નિર્ણયમાં સંમતિ દર્શાવી એકેડેમિક કાઉન્સીલમાં સ્વીકાર કર્યો છે. અમલીકરણ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.આયોજન અંગે માર્ગદર્શન મળ્યા બાદ અમલીકરણ કરાશે.આ વર્ષે કે આવતા વર્ષે અમલીકરણ થશે.તે યુનિવર્સિટીઓ નક્કી કરશે. કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન થયા બાદ દેશભરની કોલેજોમાં એક સમાન એક સરખા ગુણ અને રાષ્ટ્રીય અને રાજ્ય પ્રમાણે અલગ અલગ કુલ 13 ભાષાઓમાં પ્રવેશ પરીક્ષા સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી લેવાશે.જેમાં પરીક્ષાના પરિણામ અને ધોરણ-12માં મેળવેલ પરિણામ સાથે મેરિટ બનશે.જેના આધારે કોલેજમાં પ્રવેશ મળશે.તેવો હાલમાં અંદાજ વ્યક્ત કરાયો છે.

ઉત્તર ગુજરાતમાં વર્ષ 2021 -22માં પ્રવેશ લીધેલ સંખ્યા

આર્ટ્સ    1,06,533 છાત્રો
કોમર્સ    27,189 છાત્રો
સાયન્સ    23,953 છાત્રો
નોંધ : આ આંકડા ફક્ત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ગત વર્ષે પ્રવેશ લીધો સંખ્યાના છે

કોલેજની પ્રવેશ પરીક્ષા બોર્ડની પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો કરશે : ડાયરેક્ટર
- HNGU પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ હાલના પાટણ NGS કોલેજ કેમ્પસ ડાયરેક્ટર ડૉ.જે.એચ.પંચોલીએ જણાવ્યું હતું કે આ નિર્ણય અમલીકરણ થશે તો બોર્ડની પરીક્ષાઓની વિશ્વનીયતા પર સવાલ ઉભો થશે. બોર્ડમાં પાસ થનાર છાત્રો પ્રવેશ પરીક્ષામાં નાપાસ થાય તો પ્રવેશ મળશે નહીં. જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થશે. ધો 12માં પાસ કરનાર વિદ્યાર્થી કોલેજ પ્રવેશ માટે ક્વોલિફાઇડ હોય છે. છતાં કોલેજમાં પ્રવેશ પરીક્ષા લેવાશે તો બોર્ડની પરીક્ષાઓનો અર્થ શું રહેશે. આ બાબતે વિચારણા કરવાની જરૂર છે.

યુજીસીના પરિપત્રનો શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીઓ દ્વારા સ્વીકાર કરાયો છે.પરંતુ આ મામલે હજુ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શૈક્ષણિક વૈધો અને સંચાલકો સાથે બેઠક કરી અભિપ્રાય બાદ શિક્ષણ વિભાગ અમલીકરણ માટે આયોજન કરશે તે પ્રમાણે કોલેજોમાં અમલીકરણ કરાશે.તેવું રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષિક સંઘ પ્રમુખ ડૉ.આર.એન.દેસાઈએ જણાવ્યું હતું.

એક્સ્પર્ટ વ્યુ : મેરિટ પ્રમાણે કોલેજમાં પ્રવેશ અપાય તો વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ સર્જાશે
યુનિ.ના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન અને મહેસાણાના સાયન્સ કોલેજના પ્રોફેસર વિમલ વૈધે જણાવ્યું હતું કે પરિપત્રનો એકેડેમિક કાઉન્સિલમાં મૂકીને સ્વીકાર કરવામાં આવ્યો છે. અમલીકરણ અંગે સ્પષ્ટતા થઈ નથી. યુજીસીની માર્ગદર્શિકા અને ગાઈડલાઈન આવતા તેના આધારે આયોજન કરાશે. આ નિર્ણય આગામી નવીન શૈક્ષણિક વર્ષમાં અમલીકરણ કરી શકાશે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી વિદ્યાર્થીઓને પડશે.

જેમાં પ્રવેશ પરીક્ષા વગર પ્રવેશ મળશે નહીં. મેરિટ આધારે પાટણ, મહેસાણા કે બનાસકાંઠાનો વિદ્યાર્થી અન્ય જિલ્લાની કોલેજમાં પ્રવેશ મળશે તો કેવી રીતે અભ્યાસ કરવા જશે. તે મોટો પ્રશ્ન સર્જાશે. જે મામલે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીઓ વિચારણા કરી રહી છે.સુઝાવ બાદ આ અંગે ફેરફાર કરી અમલીકરણ થશે તેવું લાગી રહ્યું છે.