નોકરીઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ જજની 34 ખાલી જગ્યા માટે સીધી ભરતી
orig_judgment_1621969787

અટલ સમાચાર, ડેસ્ક


જો તમે કાયદાનો અભ્યાસ કર્યો છે અને વકિલાતનો અનુભવ છે તો તમારા માટે ડિસ્ટ્રિક્ટ જજ બનવાની તક આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ જજની 34 ખાલી જગ્યા માટે સીધી ભરતીનું નોટિફીકેશન બહાર પાડ્યું છે. શૈક્ષણિક લાયકાત ઘરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા 4-5-2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં શૈક્ષણિક લાયકાત અને વકિલાતનો અનુભવ ખાસ જોઈ લેવો એના આધારે અરજી કરવી જોઈએ.

હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફીકેશન મુજબ સિવિલ અને ક્રિમિનલ જ્યુરિડક્શનમાં પ્રેકિટસ કરતા વકિલ આ ભરતી માટે લાયક છે. આવી વકિલાત કરનારા ઉમેદવારોએ ઓછામાં ઓછી સાત વર્ષની પ્રેક્ટિસ કરી હોવી અનિવાર્ય છે અને તેમની પાસે કોમ્યુટરનું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે. આ નોકરી માટે ઉમેદવારો જે અનાતમ કેટેગરીના નથી તેમણે 1,500 રૂપિયા અરજી ફી આપવાની રહેશે જ્યારે કે અનામત કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયા અરજી ફી આપવાની રહેશે. આ નોકરી માટે ઉમેદવારની ઉંમર 35 વર્ષ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારી છૂટછાટ સાથેની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

 અટલ સમાચારને દૈનિક તમારા  મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ નોકરી માટે પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા સંભવત: 3 જુલાઈ, 2022ના રોજ યોજાશે. આ પ્રાથમિક પરીક્ષામાં બે પેપર હશે. પ્રાથમિક પરીક્ષાના બંને પેપર 100 માર્ક્સના હશે અને તે હેતુ લક્ષી પરીક્ષા હશે. આ પરીક્ષઆમાં પેપર એક માં લૉ, પેપર 2માં અંગ્રેજી અને જનરલ નોલેજ અને અવેરનેસના પ્રશ્નો પૂછાશે. પ્રાથમિક કસોટીની પરીક્ષા અંગ્રેજી ભાષામાં લેવાશે. ત્રીજું પેપર ગુજરાતી ભાષાનું લેવાશે.
 

મુખ્ય પરીક્ષા

મુખ્ય પરીક્ષા લેખિત હશે. આ પરીક્ષઆમાં 100 માર્ક્સા પેપર પૂછાશે જેના માટે ઉમેદવારોને 03 કલાકનો સમય આપવામાં આવશે. પેપર-1માં ક્રિમિનલ વિષયમાં 100 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. બીજુ લેખિત પેપર સિવિલ વિષયનું પૂછાશે. ભાગ બેમાં વાઈવા ટેસ્ટ લેવાશે એટલે કે ઈન્ટરવ્યૂના માધ્યમથી 50 માર્ક્સની સ્પર્ધા થશે. આ સ્પર્ધાના માર્ક્સના આધારે જે ઉમેદવારો મેરિટમાં યોગ્ય ઠરતા હશે તેમને નિમણૂક અપાશે.