બ્રેકિંગ@દિયોદર: કોરોનામાં રજા વચ્ચે બાળકો શાળા આવી જતાં સફાઇ કરાવી દીધી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) રાજ્યભરમાં કોરોના વાયરસને લઇ શાળા-કોલેજોમાં બે સપ્તાહની રજા જાહેર થયેલી છે. જોકે દિયોદરની પ્રાથમિક શાળામાં અચાનક બાળકો આવી જતા શિક્ષકોની ભુમિકાએ સવાલો ઉભા કર્યા છે. રજામાં બાળકો શાળાએ આવ્યા હોઇ ગેરહાજર પૈકીના બે શિક્ષકોએ સફાઇ કરાવી દીધી હોવાનું સામે આવ્યુ છે. બાળકો પાસે પાણીની ટાંકીની જગ્યા, શાળાનું કમ્પાઉન્ડ સાફ કરવામાં
 
બ્રેકિંગ@દિયોદર: કોરોનામાં રજા વચ્ચે બાળકો શાળા આવી જતાં સફાઇ કરાવી દીધી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

રાજ્યભરમાં કોરોના વાયરસને લઇ શાળા-કોલેજોમાં બે સપ્તાહની રજા જાહેર થયેલી છે. જોકે દિયોદરની પ્રાથમિક શાળામાં અચાનક બાળકો આવી જતા શિક્ષકોની ભુમિકાએ સવાલો ઉભા કર્યા છે. રજામાં બાળકો શાળાએ આવ્યા હોઇ ગેરહાજર પૈકીના બે શિક્ષકોએ સફાઇ કરાવી દીધી હોવાનું સામે આવ્યુ છે. બાળકો પાસે પાણીની ટાંકીની જગ્યા, શાળાનું કમ્પાઉન્ડ સાફ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાને લઇ આચાર્ય બચાવના મૂડમાં આવ્યા હતા.

બ્રેકિંગ@દિયોદર: કોરોનામાં રજા વચ્ચે બાળકો શાળા આવી જતાં સફાઇ કરાવી દીધી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@દિયોદર: કોરોનામાં રજા વચ્ચે બાળકો શાળા આવી જતાં સફાઇ કરાવી દીધી

બનાસકાંઠા જીલ્લાના દિયોદર સરકારી શાળામાં સરકારી પરિપત્ર સામે આજે બનેલી ઘટના બેદરકારીનો નમુનો આપી રહી છે. પ્રાથમિક શાળામાં રજા હોવાની જાણ હોવા કે ન હોવાની વચ્ચે દિયોદર સરકારી પ્રાથમિક શાળા નંબર-1માં કેટલાક બાળકો ભણવા પહોંચી ગયા હતા.

શાળામાં આચાર્ય અને એક શિક્ષિકા સિવાય તમામ શિક્ષકો ગેરહાજર રહ્યા છે. જોકે રજા હોવાથી શાળાએ આવેલા બાળકોને સાફ-સફાઇ કરાવવાના કામે લગાવી દીધા હતા. કોરોના વાયરસના ભય વચ્ચે બાળકોએ મેદાન અને પાણીની ટાંકી પાસે સફાઇ કરી હતી.

બ્રેકિંગ@દિયોદર: કોરોનામાં રજા વચ્ચે બાળકો શાળા આવી જતાં સફાઇ કરાવી દીધી

સમગ્ર મામલે શાળાના આચાર્ય શિવાભાઇ પ્રજાપતિએ બચાવ કરતા જણાવ્યુ હતુ કે, સફાઇ કામદાર આજે આવ્યા ન હોવાથી બાળકોએ સફાઇ કરી હતી. જોકે બાળકોને અચાનક સફાઇ કરવાનું બ્રહ્મજ્ઞાન થાય તે વાત ગળે ઉતરે તેમ ન હોવાથી આચાર્ય અને મહિલા શિક્ષિકાની ભુમિકા અત્યંત શંકાસ્પદ બની ગઇ છે. કોરોના વાયરસનો આતંક એટલો બધો છે કે આખા રાજ્યમાં બે અઠવાડીયા સુધી શાળા-કોલેજોમાં રજા છે. આથી દિયોદરની શાળામાં બાળકોને બોલાવવામાં આવ્યા હતા ? કે જાણકારી વિના શાળાએ આવી ગયા તો તુરંત રવાના કેમ ન કર્યા ? કામદાર ન હોવાથી બાળકો પાસે સફાઇ કેમ કરાવી ? આ સવાલો અત્યંત શંકા ઉપજાવી રહ્યા છે.