શિક્ષણ@ગુજરાતઃ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે, ધોરણ 1 થી 9 ઓફલાઇન શિક્ષણ બંધ, નવા નિયમો લાગુ

કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ 70% ક્ષમતા સાથે ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.આ 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં  નવી કોવિડ ગાઇડલાઇન્સ પ્રમાણે ધોરણ 1 થી 9 ની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઇન શિક્ષણ ચાલું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન્સ પ્રમાણે આગામી 31 જાન્યુઆરી 2022 સુધી આ નવો આદેશ લાગૂ રહેશે. જેમાં રાજ્યભરની ધોરણ 1થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ રાખવામાં આવ્યું છે. આ સિવાય નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ 70% ક્ષમતા સાથે ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.આ 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ

  અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ પ્રમાણે છે નવી ગાઇડલાઇન્સ

- ધો. 1 થી 9 ના ઓફલાઇન વર્ગ , 31 જાન્યુઆરી સુધી બંધ, માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે

- ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી
- દુકાન,ગલ્લા,યાર્ડ,સલૂન રાત્રે 10 સુધી જ ચાલુ રાખી શકાશે

- સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 સુધીની જ છૂટ, હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે

- ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ. ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ, લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાની જ છૂટ