શિક્ષણઃ વધુ એક પેપર લીક, ધો.10 -12નું પ્રશ્નપત્ર પરીક્ષાના આગલા દિવસે જ સોશિયલ મીડિયામાં Viral થયુ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વધુ એક વખત પેપર કાંડનો મામલો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષાનું પેપર ફૂટયાના સમાચાર મળી રહ્યા છે. એકમ કસોટી બેનું ધો.10નું સામાજિક વિજ્ઞાનનું 25 માર્કસનું તથા ધોરણ 12નું મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, પરીક્ષાના આગલા દિવસથી પેપર સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ હતુ. અનુમાન પ્રમાણે સેંકડો વિદ્યાર્થીઓ પાસે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પહોંચ્યું છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


આ પરીક્ષા આજે થાય તે પહેલા જ ગઇકાલથી આ બંને પેપર વાયરલ થયા  હતા. જોકે, આ તપાસનો વિષય છે કે, આ પ્રશ્નપત્રે કોને અને કઇ રીતે ફોડીને વાયરલ કર્યું. સામાન્ય રીતે બોર્ડ દ્વારા ઇમેઇલ દ્વારા પ્રિન્સિપલને પ્રશ્નપત્ર મોકલવામાં આવે છે. ત્યારે આ અંગે તપાસમાં જ સામે આવશે કે આ પેપર લીક કઇ રીતે થયું? નોંધનીય છે કે, આ પરીક્ષા સરકારી શાળામા પ્રિંસિપાલની જવાબદારી હેઠળ લેવાતી હોય છે. ઉતર સહિતનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચિંતાનો વિષય બન્યો છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દસમાનું જવાબો સાથેનું પ્રશ્નપત્ર સૌથી પહેલા રાજુલાના વિદ્યાર્થીઓને મળ્યું હતુ. ત્યારબાદ આ પેપર અન્ય જગ્યા ગયુ છે. જોકે, આ અંગે કોઇ પુષ્ટી અમે નથી કરી રહ્યા. વાયરલ થઇ રહેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે,આ પ્રશ્નપત્ર આજે થનારી પરીક્ષાનું છે અને સાથે જવાબો પણ આપવામાં આવ્યા છે.