નોકરીઃ બેરોજગારો માટે સોનેરી તક, ONGCમાં 21 પોસ્ટ્સ માટે ભરતી, ઑનલાઇન અરજી કરવાની આજે અંતિમ તારીખ

આ ભરતીમાં એચઆરની પોસ્ટ માટે એમબીએ એચઆર 60 ટકા સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ UGC NET જૂન 2020 સ્કોરના માધ્યમથી HR એક્ઝિક્યુટિવ્સ અને પબ્લિક રિલેશન્સ ઑફિસર (PRO) ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ONGCની અધિકૃત વેબસાઇટ દ્વારા 21 પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરી શકે છે: ongcindia.com આ ભરતીમાં HR એક્ઝિક્યુટિવ્સની 15 જગ્યાઓ અને જનસંપર્ક અધિકારીઓની 6 જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે 4-1-2022 (ONGC Recruitment 2022 Last date of Online application) સુધી અરજી કરી શકે છે. આ નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ ઓનલાઇન જાહેરાત વાંચી લેવાની રહેશે.

આ ભરતીમાં એચઆરની પોસ્ટ માટે એમબીએ એચઆર 60 ટકા સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ. અથવા પર્સનલ મેનેજમેન્ટ, લેબર વેલફેરમા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પીજીડીએમ કરેલું હોવું જોઈએ. યુજીસી નેટમાં લેબલ વેલફેર, પર્સનલ મેનેજમેન્ટ, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન, લેબરલ એન્ડ સોશિયલ વેલફેર, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ પાસ કરેલી હોવી જોઈએ

જનસંર્ક અધિકારીની જગ્યા માટે પબ્લિક રિલેશન, જર્નાલિઝમ, મામ કોમ્યુનિકેશનમાં 60 ટકા સાથે પીજી ડીપ્લોમાં અથવા માસ્ટર્સ કરેલું હોવું જોઈએ. યુજીસી નેટમાં માસ કોમ્યુનિકેશન વિષય રાખેલો હોવો અનિવાર્ય છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ONGC Recruitment 2022  પસંદગી પ્રક્રિયા

ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારો માટે નેટના માર્ક્સનું વેઇટેજ 60 ટકા રહેશે તેમજ શૈક્ષણિક લાયકાતનું 25 ટકા રહેશે. ઈન્ટરવ્યૂના 15 માર્ક્સ એમ કુલ મળીને 100 માર્ક્સના આધારે સૌથી વધારે માર્ક્સ લાવનાર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત    એમબીએ એચઆર અને માસ કોમ્યુનિકેશન
પસંદગી પ્રક્રિયા    યુજીસી નેટના માર્ક્સ શૈક્ષણિક યોગ્યતા અને ઈન્ટરવ્યૂના આધારે
અરજી કરવાની ફી    જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે 300 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે એસસી, એસટી, પીડબલ્યુબીડી ઉમેદવારો માટે નિશુલ્ક રાખવામાં આવી છે.
અરજી કરવાની અંતિમ તારીખ    4-1-2022
ભરતીની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે    અહીંયા ક્લિક કરો


ONGC Recruitment 2022  અરજી કરવાની ફી અને ઉંમર મર્યાદા
આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોમાં ઈડબલ્યૂએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 30 વર્ષ ઓબીસી એનસીએલ ઉમેદવારોની 33 વર્ષ, એસસીએસટી ઉમેદવારોની 35 વર્ષ, પીડબલ્યૂડીની 40 વર્ષ ઉંમર રાખવામાં આવી છે.

ONGC Recruitment 2022  અરજી ફી : ઉમેદવારોની અરજી ફી જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે 300 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે એસસી, એસટી, પીડબલ્યુબીડી ઉમેદવારો માટે નિશુલ્ક રાખવામાં આવી છે.

આ પણ વાંચો : BHEL Recruitment 2022: એન્જીનિયર-સુપરવાઈઝરના પદો પર ભરતી, 71,000 સુધી મળશે પગાર

ONGC Recruitment 2022  અરજી કરવા માટે

અરજી કરવા માટે ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી ડાયરેક્ટ લિંકપરથી રજિસ્ટ્રેશન કરાવી અને ઓનલાઇન અરજી કરી તેમાં યોગ્ય બાબતો ભરવાની રહેશે. ્અરજી કરવાની અંતિમ તારીખ 4-1-2021 છે.