સરકારી નોકરીઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

GPSSB Recruitment 2022 જગ્યા: આ ભરતી પ્રક્રિયા સ્ટાફ નર્સ 153, વિભાગીય હિસાબનીસની 14, વિસ્તરણ અધિકારી ખેતીની 15 અને નાયબ હિસાબનીશની 191 જગ્યાઓ ખાલી છે. આમ કુલ 373 જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ ભરતી પ્રક્રિયામાં આવેલી તમામ જગ્યાઓ સામાન્ય અને અનામત તેમજ આર્થિક અનામત સાથે લાગુ પડશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.. ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં વિસ્તર અધિકારી ડિવિઝનલ એકાઉન્ટન્ટ ( સ્ટાફ નર્સ  અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટની કુપલ 373 જગ્યા ભરવામાં આવશે. આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 27-1-20222 રાખવામાં આવી છે.

સ્ટાફ નર્સ : આ નોકરી માટે ઉમેદવારને મહત્તમ ઉંમર 41 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારે બીએસએસી નર્સિંગ ડિપ્લોમાં નર્સિંગ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી થઈ હોવી જોઈએ વિભાગીય હિસાબનીશ : આ ભરતી માટે ઉમેદવારએ એમબીએ, એસીએ, એમકોમ, એમએસી મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, અથવા ઈકનોમિક્સ બેચલર્સ ડિગ્રી સેકન્ડ ક્લાસ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર 38 વર્ષથી વઘુ ન હોવી જોઈએ.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


અરજી કરવાની ફી    100 રૂપિયા
સ્ટાફ નર્સની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો
વિભાગીય હિસાબનીશની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો
નાયબ હિસાબનીશની જાહેરાત જોવા માટે     અહીંયા ક્લિક કરો
વિસ્તરણ અધિકારી ખેતીની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો
અરજી કરવાની અંતિમ તારીખ    27-1-2022
પસંદગી પ્રક્રિયા    સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
અરજી કરવા માટે    અહીંયા ક્લિક કરો


નાયબ હિસાબનીશ : આ જગ્યા માટે ઉમેદવારી કરવા માંગત ઉમેદવારોની બીબીએ, બીકોમ, બીએસસી સાયન્સ, સ્ટેટિસ્ટિક્સ, બીએ સ્ટેટિસ્ટિક્સ/ઈકોનોમિક્સ/ મેથેમેટિક્સમાંથી કર્યુ હોવું જોઈએ. સેકન્ડ ક્લાસ બેચલર્સ ડિગ્રી સાથે પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પગાર : આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત રહેશે. પ્રથમ પાંચ વર્ષ સુધી આ નોકરીમાં કુલ રૂપિયા 31340 ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે. ઉમેદવારો 11-1-2022થી 27-1-2022 સુધી ઓજસ પર જઈને મ https://ojas.gujarat.gov.in ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓજસ પરથી એસબીઆઈ બેન્કના કાર્ડ દ્વારા અથવા તો ફોર્મની પ્રિન્ટ કાઢી અને નજીકની પોસ્ટ ઓફિસમાં ચલાન કાઢીને ફી ભરી શકશે.આ અરજી પ્રક્રિયામાં ફી 100 રૂપિયા છે.