ગુજરાતઃ શિક્ષિત ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, 3300 વિદ્યા સહાયકની ભરતી બહાર પડી

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની પ્રક્રિયા કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી છે. આગામી 5મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી બપોરે 3.00 વાગ્યા સુધી અને 7મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. આ માટે ઓનલાઇન અરજી કરી શકાશે. આજે આ અંગે શિક્ષણ વિભાગે વિસ્તૃત જગ્યા બહાર પાડી છે.
આજે બહાર પડેલી ભરતીની જાહેરાત 1-2માં અનામત કક્ષાની ધો. 1-5માં ગુજરાતી માધ્યમની કુલ 533 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે ધો. 6-8માં ગુજરાતી માધ્યમની ગણિત વિજ્ઞાનની 3278, ભાષાઓની 201, અને સામાજિક વિજ્ઞાનની 343 જગ્યાઓ બહાર પડી છે. આ ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઈટ http://vsb.dpegujarat,in પર 5મી ફેબ્રુઆરીએ સવારે 11.00 કલાકથી 14-02-2022ના રોજ 15 કલાક સુધી ભરી શકાશે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
જ્યારે જાહેરાત 03-4માં ધો.રપણ 6-8માં ગણિત વિજ્ઞાનની 473, ભાષાઓની 237, સામાજિક વિજ્ઞાનની 418 જગ્યા માટે ભરતી બહાર પડી થછે. જ્યારે ધો.1-5માં ગુજરાતી માધ્યમની કુલ 767 જગ્યા માટે ભરતી બહાર પડી છે. આ ભરતી ક્રમાંક 3-4નું અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઈટ http://vsb.dpegujarat,in પર 7મી ફેબ્રુઆરીએ સવારે 11.00 કલાકથી 16-02-2022ના રોજ 15 કલાક સુધી ભરી શકાશે.

અગાઉ આ ભરતીની જાહેરાત કરતા શિક્ષણમંત્રી આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને વહિવટી વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે