ગુજરાતઃ યુવરાજ સિંહએ 3 વર્ષમાં ઉર્જા વિભાગમાં થયેલી ભરતીઓમાં મોટા કૌભાંડ અને ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કર્યો

ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે આજરોજ જે પરીક્ષા ચાલી રહી છે તેના સ્પષ્ટીકરણ અને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિગતવાર માહિતી આપીને અનેક મોટા ખુલાસાઓ કર્યા છે.  યુવરાજસિંહે કૌભાંડમાં ધનસુરાના અવધેશ પટેલ મુખ્ય આરોપી હોવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રોગદ્રેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામા આવ્યા છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે. 

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની વિવિધ ભરતીઓમાં જે કૌભાંડોનો આરોપ લગાવ્યો છે, તેનો લાભ ધવલ પટેલ, કૃસાંગ પટેલ, હિતેશ પટેલે લીધો હોવાનું જણાવ્યું છે. આ સાથે તેમણે તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તપાસ કરવા એસઆઈટીની રચના કરવા જણાવ્યું છે. ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં એક જ સિકવન્સમાં એક સરખા માર્ક્સ આવ્યા છે. આ ઉપરાંત એક જ ગામના 18 લોકોને નિમણૂંક આપવામાં આવી, જે અશક્ય છે. PGVCL, DGVCL, UGVCLમાં ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબો આપવામાં આવે છે. મારી પાસે તમામ આધારભૂત પુરાવા રૂપે ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનાર વિદ્યાર્થીઓના નામ જણાવ્યા હતા. જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ પતિ પત્ની પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય યુવરાજે JETCO ની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજ માં હોવાનું જણાવ્યું છે. જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનો જણાવ્યું છે. સમગ્ર કૌભાંડમાં ઓનલાઈન પરીક્ષા લેનારી એજન્સીની પણ સંડોવણી છે. વડોદરા ખાતેની ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની કૌભાંડ મામલે તપાસ થવી જોઈએ. વધુમાં વિદ્યાર્થી નેતાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને ખુલાસા કરી રહ્યાં છીએ. આ સાથે જ યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.