પેપર લીકઃ ગૃહ રાજ્યમંત્રીની મોટી જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ જાણો વધુ

મુખ્ય આરોપી જયેશ પટેલને ગાંધીનદગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે  આ કાંડમાં બીજી મહત્ત્વની જાહેરાત કરવામા આવી છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી જયેશ પટેલને ગાંધીનદગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે  આ કાંડમાં બીજી મહત્ત્વની જાહેરાત કરવામા આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, હેડકલાર્કની પરીક્ષા રદ કરવામા આવી છે. આગામી પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. જૂના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે ઉમેદવારો લાયક ગણાશે.


હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી જયેશ પટેલ અને અન્ય 2 ઉમેદવારોને ઝડપી પાડ્યા છે. જયેશ પટેલે દેવલ પાસેથી પેપર લઇને દર્શનને આપ્યા હતા. જયેશ પટેલ સૂત્રધારની કડીમાં મુખ્ય આરોપી છે. પેપરકાંડ મામલે હાલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ અન્ય 2 આરોપીઓ ફરાર છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતા જણાવ્યુ કે, જે જૂના ઉમેદવારોએ આ ફોર્મ ભર્યા હશે તે તમામ લોકો આ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે. જો તેમની ઉંમર પણ વધી જતી હશે તો પણ તેઓ આ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે. પેપરલીક કાંડમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમગ્ર કેસની CM ભૂપેન્દ્ર પટેલને જાણ કરી હતી. સમગ્ર કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે અને આગળ આ મામલે શું કરી શકાય તે અંગે વિગતવાર માહિતી આપશે. આ બેઠક બાદ આ પરીક્ષા રદ થશે કે નહીં તે અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જાણ કરશે.

એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. આ કાંડની પોલીસ ફરિયાદ પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી હતી. તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. જે બાદ દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. જેમા ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાયા હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પણ બંધ કરાવી દેવાયા હતાં. બાદમાં તેમને અલગ અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડાયા હતાં. પરીક્ષા પુરી થયા બાદ તેમને મોબાઈલ પરત કરાયા હતાં.