સરકારી નોકરીઃ સોનેરી તક એન્જિનિયરો માટે 161 જગ્યા પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

. આ ભરતી અભિયાન હેઠળ કુલ 161 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગવર્મેન્ટ ઓફ NST ઓફ દિલ્હી / સ્વાયત્ત સંસ્થાઓ / સ્થાનિક સંસ્થાઓના સહિતના વિવિધ વિભાગોમાં નિમણૂક કરાશે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


દિલ્હી ગૌણ સેવા પસંદગી બોર્ડ (DSSSB) દ્વારા વેબસાઇટ dsssb.delhi.gov.in પર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંગે 10 જાન્યુઆરી, 2022થી dsssbonline.nic.in પર ઓનલાઇન એપ્લિકેશન લિંક ઉપલબ્ધ થશે. આજથી ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે.  આ પોસ્ટ માટે ઇજનેરો તેમની અરજીઓ 09 ફેબ્રુઆરી 2022 અથવા તે પહેલાં સબમિટ કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 161 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગવર્મેન્ટ ઓફ NST ઓફ દિલ્હી / સ્વાયત્ત સંસ્થાઓ / સ્થાનિક સંસ્થાઓના સહિતના વિવિધ વિભાગોમાં નિમણૂક કરાશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઓનલાઇન અરજીની શરૂઆત :  આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે અરજીનો પ્રારંભ તા.10 જાન્યુઆરીથી થશે. જ્યારે અરજીની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી રહેશે. બીજી તરફ પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) - 151

યુઆર - 64

ઇડબલ્યુએસ - 17

ઓબીસી - 43

એસસી - 18

એસટી - 09

ક્યા વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે?

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (નોર્થ ડીએમસી) - 38 પોસ્ટ્સ

દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સાઉથ ડીએમસી) - 1 પોસ્ટ

પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ડીએમસી) - 39 પોસ્ટ્સ

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) - 43 પોસ્ટ્સ

દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) - 30 પોસ્ટ્સ

આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) - 10

યુઆર - 9

ઓબીસી - 1

કયા સ્થળે કેટલી જગ્યા ખાલી?

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (નોર્થ ડીએમસી) - 5 પોસ્ટ્સ

પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ડીએમસી) - 5) પોસ્ટ

નોકરી માટે લાયકાતના માપદંડ

શૈક્ષણિક લાયકાત અને અનુભવ:

એનડીએમસી /એસડીએમસી/ એડએમસી- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ / એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અને (ii) બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયર તરીકેના બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ અનુભવની ગણતરી ક્વોલિફાઇંગ ડિપ્લોમા પરીક્ષા પૂર્ણ થયાની તારીખથી કરવામાં આવશે.

આ પણ વાંચો : TCS Recrutiment 2022 : TCSમાં ફ્રેશર્સની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ - માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પ્રથમ વર્ગ અથવા બીજા ઉચ્ચ કક્ષાના યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર અથવા 03 વર્ષની અનુભવ સેવા સાથે એન્જિનિયરોની સંસ્થાની કલમ એ અને બી પરીક્ષા પાસ કરી હોવી જરૂરી છે.

દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી જરૂરી છે.

નોકરીની ટૂંકી વિગતો

જગ્યા    161
શૈક્ષણિક લાયકાત    એનડીએમસી /એસડીએમસી/ એડએમસી- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ / એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અને (ii) બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયર તરીકેના બે વર્ષનો અનુભવ
પસંદગી પ્રક્રિયા    આ પસંદગી માટે દ્વિસ્તરીય પરીક્ષા હશે, એટલે કે ટાયર-1 અને ટાયર-2ના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી શરૂ થવલાની તારીખ    10-1-2022
અરજી કરવાની અંતિમ તારીખ    9-2-2022
અરજી કરવાનું માધ્યમ    ઓનલાઇન
કયાં જોશો જાહેરા    10 જાન્યુઆરીથી અહીંયા ક્લિક કરો
પગારધોરણ અંગે અહીં જાણો

રૂ.9300-34800+ ગ્રેડ પે 4600/- ગ્રુપ બી

આ પોસ્ટ્સ માટે પસંદગી પ્રક્રિયા

આ પસંદગી માટે દ્વિસ્તરીય પરીક્ષા હશે, એટલે કે ટાયર-1 અને ટાયર-2ના આધારે પસંદગી કરવામાં આવશે.