પરિણામ@ધો-10: શિક્ષણ બોર્ડની વેબસાઇડમાં 21 તારીએ જાહેર થશે પરિણામ

અટલ સમાચાર,મહેસાણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-10ની પરીક્ષામાં કુલ 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વધુમાં જણાવવામાં
 
પરિણામ@ધો-10: શિક્ષણ બોર્ડની વેબસાઇડમાં 21 તારીએ જાહેર થશે પરિણામ

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-10ની પરીક્ષામાં કુલ 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.

પરિણામ@ધો-10: શિક્ષણ બોર્ડની વેબસાઇડમાં 21 તારીએ જાહેર થશે પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, 21 મેના રોજ સવારે 8:00 કલાકે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિણામ જોવા મળશે. આ સાથે ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કસિટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરવામાં આવશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.