આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, અમદાવાદ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ફ્રૂટ માર્કેટ પાસે આવેલી નરોડા નગર પ્રાથમિક શાળા નં 1-2મા ધોરણ 8 ગુજરાતી માધ્યમમાં ભણતા કરણ ઠાકોરને શિક્ષિકાએ લાકડી મારતા આખનો ભાગ ધાયલ થઈ ગયો હતો, જેથી તેને આંખમાં મોતિયાનું ઓપરેશન કરવું પડ્યું.

લજ્જાસ્પદ વાત એ છે કે શિક્ષિકાએ વિદ્યાર્થીને ચેતવણી આપતા કહ્યું હતું કે, સ્કૂલમાં રમતી વખતે વાગ્યું છે તેમ ઘરે જણાવાનું કહેલું, નહીં તો તારી વ્યવહાર નહીં થાય. એટલે ગભરાઈ ગયેલા કુટુંબજનોને આ મામલો સત્ય જણાવ્યો નતો. ઈજાગ્રસ્થ થતા શિક્ષિકાએ કરણની સારવાર કરાવાઈ હતી. કરણને ઈજા વાળી જગ્યાએ વધુ દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, ત્યાં કરણને દવા આપી રજા આપી દેવાઈ હતી. જો કે અમુકજ દિવસોમાં ફરી વધારે દુખાવો થતા તેને અન્ય મોટા એક હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યા ખબર પડી કે તેને ડાબી આખમાં વધુ ઈજાઓ પહોંચી છે. તે કારણે મોતિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.

તે પછી ઘરના સભ્યોએ કરણને પૂછતા સમગ્ર બાબત સામે આવી હતી. ગત તા.18મી જાન્યુઆરીએ શિક્ષિકા કરણની બાજુમાં બેસેલા વિદ્યાર્થીને મારવા જતા તે વિદ્યાર્થી ખસી ગયો હતો અને લાકડી કરણની આખમાં વાગી હતી. જે આ બાબતથી કરણને શિક્ષિકા સારવાર લઈ જતા હતા. આથી આખરે રિવારે પોલીસને જાણ કરતા પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code