અસર@ઇડર: સંક્રમણ રોકવા 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, વેપારી મંડળ-તંત્રની બેઠકમાં નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડરમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા હોઇ આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇડર પ્રાંત કચેરીએ વેપારી મંડળ અને તંત્ર સાથેની મીટિંગમાં 8 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇડરમાં આવતીકાલ 27 એપ્રિલથી 5 મે સુધી ઇડર તાલુકામાં કડક લોકડાઉનનો અમલ કરવાનો રહેશે. જોકે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ
 
અસર@ઇડર: સંક્રમણ રોકવા 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, વેપારી મંડળ-તંત્રની બેઠકમાં નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડરમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા હોઇ આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇડર પ્રાંત કચેરીએ વેપારી મંડળ અને તંત્ર સાથેની મીટિંગમાં 8 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇડરમાં આવતીકાલ 27 એપ્રિલથી 5 મે સુધી ઇડર તાલુકામાં કડક લોકડાઉનનો અમલ કરવાનો રહેશે. જોકે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ દૂધ પાર્લરને સવારના 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. આ દરમ્યાન મેડિકલ સેવાઓ પણ ચાલુ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર, પ્રાંતિજ બાદ હવે ઇડરમાં 8 દિવસનું સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ઇડર પ્રાંત કચેરીએ વેપારી મંડળ અને તંત્ર સાથેની મીટિંગમાં 8 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા ઇડરમાં 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દરરોજના સાંજના 4 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, કોરોનાના કેસમાં સતત વધારો થયા બાદ 8 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉન દરમ્યાન કોઇએ કામ વગર ઘરની બહાર નીકળવાનું રહેશે નહી અને માસ્ક ફરજિયાત પહેરવુ પડશે.