ઉત્તર ગુજરાત: હારની આશંકાથી ઉમેદવારો ગભરાટમાં, અનેકનાં નાણાં ફસાયા

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પરિણામ પહેલા કેટલાક ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. હારની આશંકાથી આ નેતાઓ નાણાં દબાવી રહ્યા છે. આથી બાકીદારો પણ નાણાં ફસાઈ જાય તે પહેલાં દોડધામમાં લાગ્યા છે. છૂટા હાથે ઓર્ડર આપ્યા બાદ બજેટ ખોરવાયા હોવાનો ઘાટ સર્જાયો છે. ઉત્તર ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતની ચાર લોકસભા
 
ઉત્તર ગુજરાત: હારની આશંકાથી ઉમેદવારો ગભરાટમાં, અનેકનાં નાણાં ફસાયા

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પરિણામ પહેલા કેટલાક ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. હારની આશંકાથી આ નેતાઓ નાણાં દબાવી રહ્યા છે. આથી બાકીદારો પણ નાણાં ફસાઈ જાય તે પહેલાં દોડધામમાં લાગ્યા છે. છૂટા હાથે ઓર્ડર આપ્યા બાદ બજેટ ખોરવાયા હોવાનો ઘાટ સર્જાયો છે.

ઉત્તર ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતની ચાર લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. પરિવાર ઈવીએમમા કેદ થયા બાદ ઉમેદવારો તબક્કાવાર રાજકીય રંગમાંથી બહાર આવી રહ્યા છે. જેમાં કેટલાક ઉમેદવારો સંભવિત હાર થવાની બીકમાં મુકાયા છે.

આવી સ્થિતિમાં બાકીદારો નાણાં કઢાવવા દોડધામ કરી રહ્યા છે. એક પાર્ટીનાં વરિષ્ઠ આગેવાને જણાવ્યું હતું કે, ખાણી-પીણી અને ટ્રાન્સપોર્ટર સહિતના ઉઘરાણીને લઇ મુંઝવણમાં મુકાયા છે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં કેટલાક ઉમેદવારો હાર સ્વીકારી ચૂક્યા હોવાના સવાલો નાણાંભીડથી ઉભા થયા છે.