સુરતઃ શતાબ્દી ટ્રેનમાં બ્રેડ ખાધા બાદ પાંચ મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર

અટલ સમાચાર, ડેસ્ક મુંબઈથી 40 જેટલી મહિલાઓનું ગ્રુપ પીકનીક માટે સુરત આવી રહ્યું હતું. શતાબ્દી ટ્રેનમાં આવી રહેલા ગ્રુપના સભ્યોએ નાસ્તામાં બ્રેડ બટર ખાધા હતાં. બ્રેડ બટર ફંગસવાળા અને વાસી હોવાની ફરિયાદ બાદ પાંચેક મહિલાઓને ઊલટી શરૂ થઈ ગઈ હતી. જેથી વાપીમાં ફરિયાદ કરાયા બાદ સુરતમાં મહિલાઓએ રેલવે સ્ટેશન ઉતરીને હોબાળો મચાવતાં સારવાર આપવામાં આવી
 
સુરતઃ શતાબ્દી ટ્રેનમાં બ્રેડ ખાધા બાદ પાંચ મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર

અટલ સમાચાર, ડેસ્ક

મુંબઈથી 40 જેટલી મહિલાઓનું ગ્રુપ પીકનીક માટે સુરત આવી રહ્યું હતું. શતાબ્દી ટ્રેનમાં આવી રહેલા ગ્રુપના સભ્યોએ નાસ્તામાં બ્રેડ બટર ખાધા હતાં. બ્રેડ બટર ફંગસવાળા અને વાસી હોવાની ફરિયાદ બાદ પાંચેક મહિલાઓને ઊલટી શરૂ થઈ ગઈ હતી. જેથી વાપીમાં ફરિયાદ કરાયા બાદ સુરતમાં મહિલાઓએ રેલવે સ્ટેશન ઉતરીને હોબાળો મચાવતાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં વડોદરાથી પેન્ટ્રીકારના સંચાલકને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરત રેલવે સ્ટેશને હોબાળો મચાવતી મહિલા મુસાફરોએ જણાવ્યું હતું કે, 40 મહિલાઓનું ગ્રુપ સવારે મુંબઈથી સુરત તરફ આવવા માટે શતાબ્દી ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન સૌ પ્રથમ બ્રેડ ખાધા હતાં. બ્રેટ બટર વાસી હોય અને અમુકમાં ફંગસ દેખાતા ફરિયાદ કરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન જ પાંચેક મહિલાઓને સતત ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી.જેથી ટ્રેનને વાપી સ્ટેશન ઊભી રખાવીને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ સુરત રેલવે સ્ટેશન આવીને સારવાર લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રવાસ કરી રહેલી મહિલાએ જણાવ્યું હતું કે, અમારા પાંચેક કલાક આ માથાકૂટમાં નીકળી ગયાં. તંત્રની આ ઘોર લાપરવાહી જ છે અમને આવો ખોરાક મળ્યો તેમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અમને અમારી યાત્રાના રૂપિયા પરત ન ચુકવાતાં માત્ર નાસ્તાનું જ રિફંડ ચુકવાયું છે. વધારે અસરગ્રસ્ત મહિલાઓને વ્હિલચેરમાં રેલવે સ્ટેશનથી બહાર નીકળવું પડ્યું તેટલી હાલત ખરાબ થઈ હોવાનું વધુમાં જણાવાયું હતું.

સુરત રેલવે સ્ટેશન તરફથી માહિતી આપતાં પીઆરઓ ખીમજી મીણાએ જણાવ્યું હતું કે, પેન્ટ્રીકારનો કોન્ટ્રાક્ટ સનશાઈન કેટેરીંગ પાસે છે. પેન્ટ્રીકાર ફિરોજ ખાન નામનો વ્યક્તિ ચલાવતો હતો. તેના વિરૂધ્ધ મહિલાઓની ફરિયાદને પગલે વડોદરામાં ગુનો દાખલ કરીને ઝડપી લેવામાં આવ્યો છે. કેટરીંગનો જેમની પાસે કોન્ટ્રાક્ટ છે તે સનશાઈન વિરૂધ્ધ પણ પગલાં લેવા માટે એરિયા મેનેજર દ્વારા ઉપર રજૂઆત કરી દેવામાં આવી છે.મહિલાઓને રેલવે સ્ટેશન પર સારવાર પણ આપવામાં આવી હતી