આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગિરીશ જોશી

રાષ્ટ્રપતિએ સવર્ણો માટે દસ ટકા અનામત લાગુ કર્યા બાદ ગુજરાત સરકારે તાત્કાલિક અમલની જાહેરાત કરી દીધી છે. જેનાથી પાટીદાર સહિતના સવર્ણોનો આક્રોશ ઘણા અંશે થમી જવાનો અંદાજ ભાજપને છે. 10 ટકા એટલે કે 100 ઉમેદવારની ભરતીમાં 10 જગ્યા સવર્ણો માટે અનામત રહેશે. આનાથી બિનઅનામતની 40% જગ્યાના ઉમેદવારો અને અનામતના સવર્ણો વચ્ચે ગળાકાપ સ્પર્ધા થશે.

ગુજરાત સરકારે પાટીદાર, બ્રાહ્મણ ક્ષત્રિય અને અન્ય સહિતનાઓને જાણે રાજી કરવા કમૂરતામા પણ ૧૦ ટકા અનામતની જાહેરાત કરી દીધી છે. સવર્ણોને આર્થિક અનામતથી ભાજપને રાજકીય દ્રષ્ટિએ મોટો ફાયદો થવાની આશા છે. હવે જાણીએ કે 10 ટકા અનામતથી સવર્ણોને સરકારી નોકરીમાં કેવી જમાવટ આવે તેમ છે.

રાજ્યના વિવિધ વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી પડી છે. આથી રાજ્ય સરકારે ચાર વર્ષ અગાઉ 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું હતું. જોકે અત્યાર સુધી તેનો ટાઇમ ટુ ટાઇમ અમલ થઈ શક્યો નથી. બીજી તરફ પોલીસ સિવાયના વિભાગોમાં ગણતરીની સંખ્યામાં ભરતી આવે છે. રાજ્ય સરકારની ભરતી જાહેરાતમાં અગાઉથી જ દલિત, આદિવાસી અને ઓબીસી માટે અનામત લાગુ છે. હવે બિનઅનામતના 50 ટકામાં 10 ટકા આર્થિક અનામત જાહેર થઇ છે. આનાથી બિનઅનામત વર્ગ અને 10 ટકા આર્થિક અનામતના ઉમેદવારો વચ્ચે સરકારી નોકરીમાં ગળાકાપ સ્પર્ધા થશે. જેનાથી નોકરીમાં કટ ઓફ માર્કસનું ધોરણ એકદમ નજીક આવી જશે. એટલે કે બિન અનામત અને ૧૦ ટકા આર્થિક અનામતના ઉમેદવારો વચ્ચે ગણ્યાગાંઠ્યા માર્ક્સનો તફાવત રહેશે. આ સાથે રાજ્યમાં સવર્ણોની જનસંખ્યા સામે ૧૦ ટકા અનામત જાણે ના મામા કરતાં કાણો મામો સારો હોવાનું જાણકારો માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 8 લાખની આવક મર્યાદા હોવાથી 90 ટકા સવર્ણ આર્થિક અનામતમાં આવશે.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code