ડીસા: જમીન વિવાદ મામલે પીડિત પરિવારના પોલીસ મથકમાં ધામાં

અટલ સમાચાર, ડીસા ગંભીર આક્ષેપો સાથે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત ડીસા-પાટણ હાઇવે પરની જમીનના વિવાદમાં નામદાર કોર્ટે અરજદારને કબ્જો સુપ્રત કરાવવાનો આદેશ કર્યાે છે. જેમાં ગત દિવસોએ અચાનક કાળા કપડાં પહેરેલા બાઇન્સરો વિવાદિત સ્થળે ધસી ગયા હતા. જ્યાં કબ્જેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હોવાની વાતો મામલે ઉહાપોહ સર્જાયો હતો. જેમાં દમનનો વિડિયો વાયરલ થઈ ગયા
 
ડીસા: જમીન વિવાદ મામલે પીડિત પરિવારના પોલીસ મથકમાં ધામાં

અટલ સમાચાર, ડીસા

ગંભીર આક્ષેપો સાથે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત

ડીસા-પાટણ હાઇવે પરની જમીનના વિવાદમાં નામદાર કોર્ટે અરજદારને કબ્જો સુપ્રત કરાવવાનો આદેશ કર્યાે છે. જેમાં ગત દિવસોએ અચાનક કાળા કપડાં પહેરેલા બાઇન્સરો વિવાદિત સ્થળે ધસી ગયા હતા. જ્યાં કબ્જેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હોવાની વાતો મામલે ઉહાપોહ સર્જાયો હતો. જેમાં દમનનો વિડિયો વાયરલ થઈ ગયા બાદ પીડિત પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ધામા નાખી દીધા છે.

ડીસા ખાતે પાટણ હાઇવે પર સાર્થક બંગલોઝ આગળની જમીનની માલિકીના વિવાદનો મામલો લાંબા સમયથી ચર્ચામાં છે. જેમાં તાજેતરમાં જ ડીસા કોર્ટ દ્વારા જામીનનો કબ્જો અરજદારને સુપ્રત કરાવવાનો આદેશ કર્યો છે. જેથી ડીસા પોલીસ મથકના અધિકારીઓએ ખાનગી બાઉન્સરો સાથે રવિવારે સાંજે વિવાદિત સ્થળે ધસી જઇ પીડિત પરિવાર અને એક સગર્ભા મહિલા પર અમાનવીય અત્યાચાર ગુજાર્યાની વાતો ફેલાઈ હતી. જેમાં દમન થયાનો વિડીયો પણ વાયરલ કરાયો હતો.

બીજી બાજુ કહેવાતા જમીન માલિકના ઈશારે આ પ્રકરણમાં વળાંક આવતા પરિવારના સભ્યોએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ધામા નાખી ફેક્સ મેસેજથી પોલીસ અધિક્ષક સમક્ષ કરી છે.